Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ભારતમાં કોવિદ -19 ની બીજી લહેર સમયે 3 ઇન્ડિયન અમેરિકન ભાઈ બહેન વતનની વહારે : ‘લિટલ મેન્ટર્સ’ ના સ્થાપક 15 વર્ષીય ત્રિપિત ગિયા, કરીના , તથા અરમાન ગુપ્તાએ 2,80,000 ડોલર ભેગા કરી દીધા : ભારતના કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડશે

ન્યુજર્સી  : ભારતમાં કોવિદ -19 ની બીજી લહેર સમયે  3 ઇન્ડિયન અમેરિકન ભાઈ બહેન વતનની વહારે આવ્યા છે.  ‘લિટલ મેન્ટર્સ’ ના સ્થાપક 15 વર્ષીય ત્રિપિત ગિયા, કરીના , તથા  અરમાન ગુપ્તાએ 2,80,000 ડોલર ઉપરાંત રકમ ભેગી કરી દીધી છે. જે ભારતના કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગમાં લેવાશે. તેવું પીટીઆઈ ન્યુઝ જણાવે છે.

ત્રણે ભાઈ બહેન ભંડોળ ભેગું કરવા માટે તેમના સ્કૂલના મિત્રો અને પરિવારો સુધી  પહોંચ્યા હતા. જેથી તેઓ જીવન બચાવના ઉપકરણો જેવા કે ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ અને વેન્ટિલેટર વતનમાં મોકલી શકે .

તેમણે વિનંતી કરી હતી કે જ્યારે ઉપયોગ ન હોય ત્યારે ઉપકરણો પરત કરવા જેથી બીજા દર્દીઓને કામ લાગે. તેવું  પીટીઆઈએ  જણાવ્યું હતું .આ મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉપકરણોની સપ્લાય ખૂબ જ ઓછી છે અને અસરગ્રસ્ત વસ્તી ખૂબ વધારે છે.

ત્રણે ભાઈ બહેને  જણાવ્યું હતું કે તેઓ જરૂરિયાતમંદ લોકોનો ડેટાબેસ રાખવાની પણ યોજના ધરાવે છે જેથી પુરવઠો યોગ્ય રીતે નિર્દેશિત થઈ શકે, તેમણે  ઉમેર્યું હતું કે  તેઓ રસી પુરવઠો મેળવવા માટે પણ કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચેરી હિલ, ન્યુ જર્સી સ્થિત ત્રણે ભાઈ બહેન  ‘લિટલ મેન્ટર્સ’ ના સ્થાપક છે, જે બાળકો દ્વારા સંચાલિત એક નોનપ્રોફિટ સંસ્થા છે.  જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બાળકોને ટેકો આપવા, તેના મિત્રો બનવા અને શિક્ષિત કરવા પ્રયત્ન કરે છે. તેઓ ભારત, બ્રાઝિલ અને ફિલાડેલ્ફિયાના કોસ્ટા રિકાના વિદ્યાર્થીઓ સાથે પણ સંપર્કમાં છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:20 am IST)