Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રસીકરણની સ્પીડ વધારવા મોટા ડોકટરે આપી ૩ પોઇન્ટની ફોર્મ્યુલા

ભારતને એક સાથે ૩૦-૪૦ કરોડ રસી ખરીદવી જોઈએ . મેડિકલ સ્ટૂડેન્ટ્સને પણ સામેલ કરવાની અપીલ. કોરોનાની વિરુદ્ઘ રસી સૌથી સસ્તો ઉપાય છે

નવી દિલ્હી,તા. ૧૪: એક વેબસાઈટ સાથેની વાતચીતમાં હૃદય રોગના વિશેષજ્ઞ ડો. દેવી શેટ્ટીએ કહ્યુ કે ભારતને એક સાથે ૩૦-૪૦ કરોડ રસી ખરીદવી જોઈએ. આ ખરીદી અલગ અલગ ન હોઈ એક જગ્યાથી જ હોવી જોઈએ. એટલે કે રાજય અને કેન્દ્રની અલગ અલગ ખરીદીની જગ્યાએ એક કેન્દ્રીય ખરીદી હોય. સાથે રસીકરણની સ્પીડ વધારવા માટે પ્રાઈવેટ હોસ્પિટલોમાં મોટા સંખ્યામાં લગાવવામાં આવે.

તેમણે કહ્યુ કે જો આપણે કંપનીઓની પાસે જઈએ અને કહીએ કે ૩૦થી ૪૦ કરોડ રસી જોઈએ આ રહ્યા પૈસા. તો તે રસી આપી દેશે અને આ રસી છે જેને કોઈ ટ્રાયલની જરુર નથી. આ અત્યાર સુધીમાં લાખો લોકો પર ઉપયોગમાં લેવાઈ ચૂકી છે. આખરે વિચારો કે એક દિવસના લોકડાઉનની આપણે શું કિંમત ચૂકવી રહ્યા છીએ. કોરોનાની વિરુદ્ઘ રસી સૌથી સસ્તો ઉપાય છે. આપણે  તેનો ઉપયોગ કરવો જોઈએ.

ડો. શેટ્ટી મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ શ્રૃંખલા નારાયણ હેલ્થના ફાઉન્ડર છે. તેમણે ભાર પૂર્વક કહ્યુ તે મેડિકલ અને નર્સિંગનો કોર્સ પૂરો કરી રહેલા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાની વિરુદ્ઘ લડાઈમાં જોડવા જોઈએ. આનાથી વર્તમાન મેડિકલ સિસ્ટમ પર દબાણ ઓછુ થશે. સરકાર આ પ્રપોજલ પર સહમત થઈ ચૂકી છે.

ડો. શેટ્ટીના પોતાના ૩ પોઈન્ટર આઈડિયા તે સમયે આપ્ય છે. જયારે દેશના અનેક રાજય સરકારોએ રસી ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા છે. ભારતમાં આ અઠવાડિયે ઓછામાં ઓછા ૧૨ વિરક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રીને પત્ર લખી ૯ સૂચનો આપ્યા છે. જેમાં વિદેશી રસી ખરીદી, તમામ માટે ફ્રી રસીકરણ કાર્યક્રમ અને કંપલ્સરી લાયસેન્સિંગ પર સૂચન સામેલ છે.

આ સ્થિતિમાં રસીકરની સ્પીડ વધારવા માટે દેવી શેટ્ટીએ કહ્યુ કે જો આપણે જથ્થામાં ઓર્ડર આપીશું તો સારા ભાવ પર રસી ખરીદી શકાશે. જો કંપનીઓને પૈસા એડવાન્સમાં નહીં આપવામાં આવે તો કોઈ વાયદો નહીં કરે. આપણે આ સમયે ઓછામાં ઓછા આવા ૫ મોટા રસી ઉત્પાદકોની જરુર છે. જે કહે કે તમે અમને પૈસા આપો અને આ નિશ્ચિત સમયે તમને રસી સપ્લાય કરી દઈશું.

(10:06 am IST)