Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

4G ડાઉનલોડ સ્પીડમાં જિયો નંબર -૧ : અપલોડમાં વોડાફોન

મુંબઇ,તા. ૧૪: દેશની ટેલિકોમ રેગ્યુલેટર એજન્સી ટીઆરએઆઇ તરફથી મળેલા નવા આંકડા અનુસાર, ગયા એપ્રિલ મહિનામાં રિલાયન્સમ જિયો કંપની ૪જી સ્પીડ ચાર્ટમાં પહેલા નંબર પર રહી. તેનો ડેટા ડાઉનલોડ રેટ પ્રતિ સેકંટ ૨૦.૧ મેગાબાઇટ હતો. બીજી બાજુ, અપલોડ સ્પીડમાં વોડાફોનને બાજી મારી હતી. અન્ય નેટવકર્સ કરતા એની અપલોડ સ્પીડ વધારે એટલે ૬.૭ Mbps હતી.

જિયોની ડાઉનલોડ સ્પીડ તેની સૌથી નિકટની હરીફ વોડાફોન કરતાં ત્રણ ગણી વધારે હતી. વોડાફોનની ડાઉનલોડ સ્પીડ ૭ Mbps  હતી. વોડાફોને આઇડિયા સાથે મર્જર કર્યું છે તે છતાં ટ્રાઇ સંસ્થાએ આઇડિયાની સ્પીડને અલગ તારવી છે, જે ૫.૮ Mbps  હતી. ત્રીજા ક્રમે ભારતી એરટેલ હતી. ૫  Mbps  સ્પીડ સાથે.

અપલોડ સ્પીડ વિભાગમાં વોડાફોન ૬.૭ Mbps  સાથે નંબર -૧ રહી જ્યારે આઇડિયા ૬.૧, જિયો ૪.૨ અને એરટેલ ૩.૯ સ્પીડ સાથે તે પછીના ક્રમે રહી. ડાઉનલોડ સ્પીડ ગ્રાહકોને ઇન્ટરનેટ પરથી કન્ટેન્ટ એકસેસ કરવામાં મદદરૂપ થાય છે જ્યારે અપલોડ સ્પીડ એમને તેમના સંપર્કનેે તસ્વીરો અને વિડિયો મોકલવામાં કે શેર કરવામાં મદદરૂપ થાય છે.

(10:13 am IST)