Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ચીની રસી લેનાર પાકિસ્તાનીને નહિ મળે વીઝા

સાઉદી અરબે વધારી ઇમરાનખાનની મુશ્કેલીઓઃ પાકિસ્તાને આપ્યો મોટો ઝાટકો, કારણ છે ચીન

ઇસ્લામાબાદઃ સાઉદી અરબ જવાની તૈયારી કરી રહેલા પાકિસ્તાની નાગરીકોની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. સાઉદીના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ)ના તંત્રએ પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાન સાઉદી અરબેના ત્રણ દિવસના પ્રવાસથી પાછા આવ્યા છે. ત્યાર પછી તરત જ સાઉદી અરબે આ ફરમાન બહાર પાડીને ઇમરાન સરકારની મુસીબતો વધારી દીધી છે.

સાઉદી અરબે કહ્યું છે કે તે એવા પાકિસ્તાનીઓને કોઇપણ પ્રકારના વીઝા નહિ આપે જેમણે ચીનમાં બનેલી રસી મુકાવી છે. આનુ કારણ એ છે કે સાઉદી ઓથોરીટીએ ચીનની સાઇનોવેક અને સાઇનોફાર્મની રસીને પરવાનગી નથી આપી. જો કે ચીને રસી ડીપ્લોમસી હેઠળ આ રસી સાઉદી અરબ મોકલી હતી પણ ત્યાંના પ્રશાસને તેનો ઉપયોગ નહોતો કર્યો.

રીપોર્ટ અનુસાર સાઉદી પ્રશાસને હવે આ મામલામાં થોડી રાહત આપી છે. જે લોકોએ રસી નહિ મુકાવી હોય, તેમણે નેગેટીવ આરટી પીસીઆર રીપોર્ટ તો બતાવવો જ પડશે. એ ઉપરાંત તેમણે ૧૪ દિવસનું કવોરન્ટાઇન પણ ભોગવવુ પડશે અને તે પણ પોતાના ખર્ચે.

સાઉદી સરકારે અત્યાર સુધીમાં ચાર રસીને જ મંજુરી આપી છે. તેમાં ફાઇઝર, એસ્ટ્રાજેનેકા, મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન સામેલ છે. જોન્સન એન્ડ જોન્સનની રસીનો ફકત એક જ ડોઝ હોય છે. જયારે બાકીની ત્રણે રસીના બે ડોઝ લાગે છે. ચીને ભલે પોતાની બંને રસીના ડોઝ સાઉદી મોકલ્યા પણ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

(3:09 pm IST)
  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST

  • વ્યારા માટે કાળો દિવસ : વ્યારાના બિલ્ડર નિશિશ શાહની જાહેરમાં હત્યા : શનિમંદિર ચાર રસ્તા ઉપર કારમાં આવેલા ચાર શખ્સો ઉપરાઉપરી તલવાર વડે હુમલો કરી નાસી છૂટ્યા :નજીકમાં બેઠલા તરબુચવાળાએ છોડાવવાની કોશિશ કરતા ગંભીર ઘાયલ : લોહીલુહાણ હાલતમાં નિશિશ શાહને દવાખાને ખસેડાયા : તબીબોએ મૃત જાહેર કર્યા access_time 1:02 am IST

  • ચંદીગઢ પોલીસે અધધધ 100 કરોડ રૂપિયાનું 10 કિલો કોકેઇન (ડ્રગ્સ) કબજે કર્યું છે અને કુરિયર દ્વારા આ ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. access_time 11:26 pm IST