Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

દર પાંચમાંથી એક ભારતીય હતાશા કે નિરાશાનો ભોગ બન્યો છેઃ આવા લોકોની સંખ્યા ૨૦૦ મિલિયન

કોવિડ મહામારી દરમ્યાન માનસિક જાળવણીના મહત્વને સમજાવવા હિન્દુજા ફાઉન્ડેશને ચોપરા ફાઉન્ડેશન સાથે કર્યુ જોડાણ : એક વર્ચ્યુઅલ સમિટ યોજાશેઃ ૨૧મીએ સાંજે ૬:૩૦ કલાકે ફેસબુક-યુટયુબ-અન્ય મીડિયામાં પ્રસારણ

મુંબઈ, તા.૧૪: એક સદીથી વધારે જૂના હિંદુજા ગ્રૂપની સમાજસેવી સંસ્થા હિંદુજા ફાઉન્ડેશને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ચોપરા ફાઉન્ડેશન, જોહન ડબલ્યુ બ્રિક મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અને સીજી ક્રિએટિવ્સ સાથે જોડાણમાં ફાઉન્ડેશન નેવર એલોન ગ્લોબલ મેન્ટલ હેલ્થ (વર્ચ્યુઅલ) સમિટમાં ત્રણ કલાકના સેગમેન્ટ સ્પોટલાઇટ ઇન્ડિયાને કો-સ્પોન્સર કરશે. આ સેગમેન્ટ સત્ય હિંદુજાના આલ્કેમિક સોનિક એન્વાયર્મેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે, જેમાં વ્યકિતના સ્વપ્રતિબિંબ, ગ્રહણશીલતા અને સંચારની સ્થિતિને પ્રેરિત કરવા મલ્ટિસેન્સરી ડીપ લિસનિંગનો અનુભવ આપવામાં આવશે. સ્પોટલાઇટ ઇન્ડિયામાં કેટલાંક સ્ટાર સ્પીકર્સમાં સદગુરુ અને અભય દેઓલ સામેલ હશે.

આ વર્ચ્યુઅલ સમિટનું જીવંત પ્રસારણ ફેસબુક, યુટ્યુબ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સ પર ૨૧ મે, ૨૦૨૧ના શુક્રવારે સાંજે ૬.૩૦ કલાકે થશે તથા સહભાગીઓ https:neveralonesummit.live/  દ્વારા તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સપોર્ટ કરવા ફ્રી ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે.

આપણો દેશ વિશાળ અને વિવિધતાસભર હોવાથી સમિટના આ સેગમેન્ટમાં ભારતની વિવિધતામાં એકતાની કલેકિટવ ડીપ લિસનિંગ સફર વ્યકત થશે. આ સેગમેન્ટમાં મગજના વિકાસના કુદરતી ચક્રો વિશે જાણકારી આપવામાં આવશે તેમજ બાળપણથી પુખ્તાવસ્થા સુધી વિવિધ માનવીય અનુભવો અને એની આપણી પૃથ્વી પર અસર વિશે પણ પ્રકાશ ફેંકવામાં આવશે. અગ્રણી મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ, વેલનેસ નિષ્ણાતો, બ્રેઇન સાયન્ટિસ્ટ્સ, કલાકારો અને સંગીતકારો માનસિક સ્વાસ્થ્ય જાળવવાની વિવિધ રીતો, સોલ્યુશનો વિશે જાણકારી આપશે તેમજ ભારતને હાર્દમાં રાખીને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા સાધનો વિશે માહિતી આપશે. અમે આ અભૂતૂપર્વ સમયગાળા દરમિયાન ઉત્સાહનો સંચાર કરવા સમુદાયમાં આશા, પ્રેરણા અને એક સમુદાયની ભાવના ઊભી કરવા ઇચ્છીએ છીએ.

આ ઇન્ટિગ્રેટિવ પ્લેટફોર્મ આપણી સહિયારી માનવજાત માટે એક મીટિંગ પ્લેસ બનશે, જયાં આપણે આપણા બોધપાઠોનું આદાનપ્રદાન કરીશું તથા સંપૂર્ણ અને સ્વસ્થ પૃથ્વી ઊભી કરવા એકમંચ પર આવીશું. ઘણા સહભાગીઓ સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણની ફ્રીકવન્સી ૧૩૬.૧૦ Hz પર ધાર્મિક પ્રાર્થના, મંત્રોચ્ચારો અને રચનાત્મક સર્જનો પ્રસ્તુત કરશે, તેમનો અવાજ સંપૂર્ણ સમિટ માટે સામૂહિક અનુનાદ કે પડદ્યો ઊભો કરશે.

ચોપરા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સૌપ્રથમ નેવર એલોન સમિટમાં વ્યકિતની માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નિષ્ણાતની સલાહ, સીધી બાત અને મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા અંગત અનુભવો સાથે આ પહેલનો ઉદ્દેશ આ પડકારજનક સમયગાળામાં મૂડને સુધારવાનો, વિચારસરણીને પુનઃસંતુલિત કરવાનો અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો છે.

હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન અને હિંદુજા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી ગોપીચંદ પી હિંદુજાએ કહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સાઇલન્ટ છે અને એક પ્રકારની માન્યતા પ્રાપ્ત ન થયેલી મહામારી છે. એની સાથે સંકલાયેલી ખોટી માન્યતાઓને કારણે સ્થિતિ દ્યણી વાર ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને ટાળી ન શકાય એવી સ્થિતિ તરફ દોરી જાય છે. એટલે આ પ્રકારની સ્થિતિમાં તબીબી હસ્તક્ષેપ અનિવાર્ય છે. કેટલાંક સમાજમાં આ પ્રકારનું સમાધાન મેળવવું એક પકાર છે કારણ કે એની સાથે શરમસંકોચ જોડાયેલા છે. મારી દ્રષ્ટિએ અસરગ્રસ્ત વ્યકિતને વિવિધ પ્રકારના હસ્તક્ષેપની જરૂર છે – ઉપચારથી લઈને આધ્યાત્મિક – જેથી વ્યકિતને આત્મસન્માન અને આત્મવિશ્વાસ જાગે. વળી એને અહેસાસ થાય કે તે કયારેય એકલી નથી. આ સમિટ આ પ્રકારની સંભવિતતાઓનું સંપૂર્ણ સંકલન પ્રસ્તુત કરશે.

વર્ષ ૨૦૧૫માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણકારી મળી હતી કે, દર પાંચ ભારતીયમાંથી એક ભારતીય એના જીવનમાં હતાશાથી પીડાય છે – આ રીતે આશરે ૨૦૦ મિલિયન ભારતીયો હતાશા કે નિરાશાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું. માનસિક બિમારી સાથે જોડાયેલા શરમસંકોચ તથા મર્યાદિત વ્યાવસાયિક મદદની સુલભતાને કારણે ફકત ૧૦ થી ૧૨ ટકા દર્દીઓને મદદ મળશે.

આ પહેલ પર હિંદુજા ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ શ્રી પોલ અબ્રાહમે કહ્યું હતું કે, અત્યારે દુનિયામાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. આપણે માનવજાતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સમયગાળા પૈકીના એકમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ પ્રકારની કટોકટીમાં આપણું શારીરિક સ્વાસ્થ્ય પ્રાથમિક બની જાય છે, જેમાં આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો કોઈ અવકાશ હોતો નથી. અમને હિંદુજા ફાઉન્ડેશનમાં નેવર એલોન સમિટ ૨૦૨૧ના ભાગરૂપે 'સ્પોટલાઇટ ઇન્ડિયા'નું આયોજન કરવામાં ચોપરા ફાઉન્ડેશન અને આલ્કેમિક સોનિક એન્વાર્યમેન્ટ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. અમે માનસિક સ્વાસ્થ્યના કાર્યક્રમ પર કામ કરવા ફંડ આપવા બદલ હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સના આભારી છીએ. આ સમિટ માનસિક સ્વાસ્થ્ય વિશે સંવાદ અંગે જાગૃતિ લાવવામાં અને એને સામાન્ય બનાવવાની તેમજ માનસિક સ્વાસ્થ્ય સાથે કમનસીબે જોડાઈ ગયેલા શરમસંકોચને દૂર કરવાની દિશામાં એક પગલું છે. અમને આશા છે કે, આ પહેલ દ્વારા સંયુકતપણે અમે આપણી સહિયારી માનવજાત માટે કામ કરી શકીએ અને 'તમે કયારેય એકલા નહોતા'એ સંદેશને પ્રોત્સાહન આપી શકીએ.

(3:39 pm IST)