Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

૨૦૨૨ સુધીમાં દેશમાં રસીના ૩૦૦ કરોડ ડોઝ ઉપલબ્ધ હશે

ભારત, બાયોટેક કોરોના વેકસીનની ફોર્મ્યુલા કંપનીઓ સાથે શેર કરશેઃ રૂસી વેકસીન સ્પુતનીક પણ ભારત આવી જશે

 નવી દિલ્હીઃ રસીની ભારે તંગીના કારણે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે માર્ચ ૨૦૨૨ સુધીમાં દેશમાં રસીના ૩૦૦ કરોડ ડોઝ ઉપલબ્ધ હશે, એટલે કે દરેક વ્યકિતને રસીના બે ડોઝ સરળતાથી આપી શકશે, આ દાવો કંપનીઓના પોતાના અનુમાન આધારિત છે, નહિ કે સરકારે ખરીદીનો ઓર્ડર જારી કર્યો છે કે નાતો કોઈ લેખિતમાં કરાર થયો છે,

 સરકારે પણ માન્યું છે કે આ ઉમીદ આધારિત છે, નીતિ આયોગ સદસ્યથી ડીસેમ્બરની વચ્ચે ૮ કંપનીઓના રસીના ૨૧૬ કરોડ ડોઝ ઉપલબ્ધ થશે, તેમણે કહ્યું કે ભારત બાયોટેકની સાથે બીજી કંપનીઓ પણ કોવેકસીન બનાવશે, ભારત બાયોટેક કોરોના વેકસીનની ફોર્મ્યુલા કંપનીઓની સાથે શેર કરશે, સાથે જ આવતા અઠવાડિયા સુધીમાં બજારમાં રૂસી વેકસીન સ્પૂતનિક દેશમાં આવી જશે, એવામાં દેશમાં ત્રણ રસી ઇમરજન્સી વપરાશ માટે ઉપયોગ થશે, બીજી વિદેશી કંપનીઓ જેવીકે મોર્ર્ડના, ફાઈઝર તેમજ જેએન્ડજે  સાથે પણ વાત ચાલી રહી છે, તેમને રસીને લઈને ભારતની પ્રગતિ પર ગર્વને પાત્ર ગણાવ્યું, અમેરિકા પણ અત્યાર સુધી માત્ર ૪૪ ટકા વસ્તીને સમ્પૂર્ણ પણે કવર કરી શક્યું છે.

 કોવીડશિલ્ડનો બીજો ડોઝ ૧૨ થી ૧૬ હપ્તામાં

 કેન્દ્ર સરકારે કોવીડશિલ્ડના બીજ ડોઝ માટે ૧૨ થી ૧૬ હપ્તાનો સમય રાખવાનું કોવિદ ર્વકિંગ ગ્રુપની સલાહને  સ્વીકારવામાં આવી છે. વર્ર્કિંગ ગ્રુપે કયું કે ગર્ભવતી મહિલાઓ વેકસીન પસંદ કરીને ડીલીવરી થયા પચે લગાવી સકે છે. સંક્રમિત થયેલા વ્યકિત ૬ મહિના પછે જ લગાવી શકે વેકસીન, ઉલેખનીય છે કે કેન્દ્ર સરકારના પૂર્વમાં પણ બીજા ડોઝની મર્યાદા વધારવામાં આવી છે.

(3:43 pm IST)