Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ કોંગ્રેસ આગેવાને કરેલી પિટિશન કર્ણાટક હાઇકોર્ટે ફગાવી : કોવિદ -19 બેડ કૌભાંડ મામલે સસ્પેન્ડ કરાયેલા 17 મુસ્લિમ અધિકારીઓનો બચાવ કરવા પિટિશન દાખલ કરી હતી : જાહેર હીત માટે નહીં પણ રાજકીય કિન્નાખોરીથી પિટિશન કરી હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

બેંગ્લુરુ : કોવિદ -19 બેડ કૌભાંડ મામલે સસ્પેન્ડ કરાયેલા 17 મુસ્લિમ અધિકારીઓનો બચાવ કરવા માટે યુવા કોંગ્રેસના નેતા વાય.બી. શ્રીવત્સા દ્વારા ભાજપ સાંસદ  અને એડવોકેટ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ કર્ણાટક હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી. જે નામદાર કોર્ટે ફગાવી દીધી છે. જેના કારણમાં જણાવ્યા મુજબ આ પિટિશન જાહેર હીત માટે નહીં પણ રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે.

 ”મુખ્ય ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકા અને ન્યાયાધીશ સૂરજ ગોવિંદરાજની ડિવિઝન બેંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે
હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં આ  મુદ્દાને કોમવાદી બનાવવાનો અને કોઈ ખાસ સમુદાયને નિશાન બનાવવાનો પ્રયાસ જણાયો છે.
સસ્પેન્ડ કરવામાં આવેલ વ્યક્તિઓ ડાયરેક્ટ  કોર્ટનો સંપર્ક કરી શકે છે. પિટિશનર તેમાં શામેલ નથી. ફક્ત તે જ આધાર પર, અમે આ અરજીનો નિકાલ કરીશું .

સૂર્યાએ આરોપ લગાવ્યો હતો કે બીબીએમપીના અધિકારીઓ અને હોસ્પિટલો એ "ભૂગર્ભ ધંધા" નો ભાગ છે . રાજ્યમાં કોવિડ -19 કેસ વધી રહ્યા હતા ત્યારે પૈસા બનાવવા માટે બનાવટી નામો હેઠળ પથારીઓ  બુક કરી હતી. સુનાવણી માટેની આગામી મુદત 20 મે રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)