Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે જબરો ધડાકો કર્યો : રાજ્યના લોકોને વિનામૂલ્યે કોરોના વેકસીન આપવા અને વેકસીન ખરીદવા માટે ૧૦૦ કરોડ એકઠા કર્યા

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસનો મોટો નિર્ણય: કોંગી ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોની ગ્રાન્ટમાંથી ૯૦ કરોડ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ૧૦ કરોડ મળી ૧૦૦ કરોડનું ભંડોળ ભેગું કર્યું, તમામ રકમ કોરોના વેક્સીનનો જથ્થો ખરીદવામાં વપરાશે. રાજ્યના નાગરિકો માટે વેક્સીનનો ખર્ચ કોંગ્રેસ ભોગવશે. કર્ણાટક કોંગ્રેસ  પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડી.કે.શિવકુમારની જાહેરાત. રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે. કર્ણાટકે બે કરોડ કોવિશિલ્ડ અને એક કરોડ કોવેકસીનના ડોઝ ખરીદવા ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યા છે.

(10:47 pm IST)