Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું નિધન:કાલે ભારતમાં એક દિવસનો શોક રહેશે

પ્રધાનમંત્રી મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ખૂબ સમૃદ્ધ થયા

નવી દિલ્હી : સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થયું છે  ભારતના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર દિવંગત ગણમાન્ય વ્યક્તિના સન્માનમાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે, કાલ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે.

આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહ્યાનના નિધન પર શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ખૂબ સમૃદ્ધ થયા. નાહ્યાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા ત્રણ નવેમ્બર 2004ના રોજ યુએઈના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક તરીકે સેવાઓ આપી રહ્યા હતા

   
(10:50 pm IST)