Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ:ડેનમાર્કને સેમિફાઇનલમાં 3-2થી હરાવ્યું : પહેલી વખત ફાઇનલમાં પહોંચી

થાઈલેન્ડના બેંગકોકમાં રમાઈ છે થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ :ભારતીય ટીમ 73 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી; આ પહેલા ટીમ 1952, 1955 અને 1979માં સેમીફાઈનલમાં પહોંચી હતી

મુંબઈ : થાઈલેન્ડના બેંગકોકમાં રમાઈ રહેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચીને ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 1952, 1955 અને 1979માં સેમીફાઈનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ડેનમાર્કને 3-2થી હરાવ્યું હતું.

કિદામ્બી શ્રીકાંત, સિંગલ્સમાં એચએસ પ્રણોય અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ પોતપોતાના વિરોધીઓ સામે જીત્યા હતા. જોકે, લક્ષ્ય સેનને વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એક્સેલસનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

(11:24 pm IST)