Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સહારા ઈન્ડિયાના ચેરમેન સુબ્રતો રોયની ધરપકડ કરવાના પટના હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો

પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું હતું

નવી દિલ્હી :  સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો પટના હાઇકોર્ટે આદેશ આપ્યો હતો, તેની સામેે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેની સામે સહારા ગુ્રપના માલિકે સુપ્રીમમાં રાહત માટે અરજી કરી હતી. સુપ્રીમે અરજીને માન્ય રાખી હતી

  પટણા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહીને કોર્ટનો અનાદર કરવાના મુદ્દે સહારાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સુપ્રીમે એ આદેશ સામે સ્ટે મૂકી દીધો હતો. અગાઉ પટણા હાઈકોર્ટના આદેશ મુજબ ધરપકડ વોરંટ ૩ રાજ્યોના પોલીસ વડાઓને મોકલવામાં આવ્યું હતું, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પોલીસ વડાઓને ૧૬મી મે પહેલાં ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો.
 અત્રે ઉલ્લેખનીય છે કે પટના હાઈકોર્ટે ૧૩ મેના રોજ સુબ્રતો રોય સંબંધિત કેસની સુનાવણી માટે ફિઝિકલ કોર્ટ હિયરિંગ રાખી હતી. આમ છતાં સુબ્રત રોય સહારા કોર્ટમાં હાજર થયા નહોતા થયા. કોરોના ગાઈડલાઈન્સ હેઠળ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થઈ રહી હતી, પરંતુ આ મામલામાં શુક્રવારે ફિઝિકલી સુનાવણી થઈ હતી. આદેશ છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના વડા સુબ્રત રોય સામે કડક વલણ અપનાવ્યું હતું

(1:07 am IST)