Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દિલ્‍હી, પંજાબ, હરિયાણા, રાજસ્‍થાન અને ઉત્તરપ્રદેશમાં આજે- કાલે પારો ૪૬ ડીગ્રીએ પહોંચશે

શનિ-રવિ દરમિયાન દિલ્‍હી, પંજાબ, હરિયાણા, રાજસ્‍થાનના કેટલાક ભાગો અને ઉત્તરપ્રદેશમાં ભયાનક લૂ વરસવાની સંભાવના છે અને ઉષ્‍ણતામાન ૪૬ ડિગ્રી આસપાસ પહોંચશે તેમ વેગરીઝ ઓફ ધ વેધર ટ્‍વિટર ઉપર જણાવે છે. થરના રણમાં ઉષ્‍ણતામાનનો આંક ૪૬ ડિગ્રીને પાર કરી જશે જ્‍યારે વિદર્ભમાં પણ વિકેન્‍ડ દરમિયાન ૪૬ ડિગ્રી આસપાસ ભયાનક ગરમી વર્ષે તેવી સંભાવના છે.

 

(12:05 pm IST)