Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મેઘાલયના મૌસીનરમ ખાતે ત્રણ દિવસમાં ૩૪ ઇંચ વરસાદ ખાબક્યો: દેશમાં સિઝનનો સૌથી વધુ વરસાદ અહીં પડે છ

મેઘાલયના પાટનગર શિલોંગ થી ૬૦ કિલોમીટર દૂર ખાસી હિલ ડિસ્ટ્રીકટમાં આવેલા અને દેશના સૌથી વધુ વરસાદ પડતા તથા ચેરપુંજીથી માત્ર ૧૫ કી.મી. પશ્ચિમે આવેલા  મૌસીનરમ ગામ ખાતે તાજેતરમાં ૧૨, ૧૩ અને ૧૪ મે ના રોજ માત્ર ત્રણ દિવસમાં અનરાધાર ૩૪ ઇંચ વરસાદ પડી જતા રહ્યો છે મૌસીનરમ ખાતે દેશનો સૌથી વધુ વરસાદ પડે છે. છેલ્લા ત્રણ દિવસમાં અહીં મુજબ વરસાદ પડ્યો છે.
૧૪ મે  = ૧૮૨.૬ મી.મી.
૧૩ મે  = ૪૩૮.૨ મી.મી.
૧૨ મે  = ૨૩૩.૪ મી.મી.
૩ દિવસમાં ૮૫૪.૨ મી.મી. એટલે કે ૩૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. દર વર્ષે સરેરાશ ૧૧,૮૭૨ મિલી મીટર એટલે કે ૪૭૫ ઇંચ આસપાસ વરસાદ અહીં પડે છે.

(11:56 pm IST)