Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

એક વાર ફરીથી વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ

પેટ્રોલમાં ૨૮ થી ૨૯ તો ડિઝલમાં ૩૦-૩૧ પૈસા વધ્યા

નવી દિલ્હી તા. ૧૪ : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ક્રમશઃ ૨૯ પૈસા અને ૩૦ પૈસાનો વધારો થયો છે. આ સાથે પેટ્રોલિયમ મંત્રીએ પણ કોંગ્રેસ પાર્ટી પર ભાવ ઘટાડવાને લઈને નિશાન સાધ્યું છે. દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૪૧ તો ડિઝલ ૮૭.૨૮નું થયું છે. મુંબઇમાં પેટ્રોલ ૧૦૨.૫૮ તો ડિઝલ ૯૪.૭૦નું થયું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટીને જનતાની ચિંતા છે તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસિત રાજયોમાં વાહન ઈંધણ પરના કરમાં ઘટાડો કરવો જોઈએ. માન્યુ કે પેટ્રોલિયમ ઈંધણના ભાવમાં વધારાથી ગ્રાહકોને તકલીફ થઈ રહી છે પણ એ પણ છે કે ગરીબોને ફ્રીમાં રાશન અને ફ્રી વેકસીનેશન માટે સરકારે ધનનો પ્રબંધ કયાંકથી તો કરવો જ પડશે. ભાવની વધતી કિંમતોની અસર સામાન્ય જનતા પર થઈ રહી છે. ભારત પોતાની ૮૦ ટકાથી વધારે કાચા તેલની આયાત કરે છે. 

આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો ચાલુ રહ્યો છે. વિશ્વમાં કોરોના વેકસીનેશનની ડ્રાઈવ શરૂ થયા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આવ્યો છે. કાચા તેલના ભાવના આધારે ઘરેલૂ તેલ કંપનીઓ બેસ પ્રાઈઝ નક્કી કરે છે. તેની પર ચાર્જ. ટેકસ, ડીલર કમિશન લાગે છે. તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ દરેક શહેરમાં અલગ અલગ રહે છે.

૪ મહિનાથી ૧૨ જૂન સુધીમાં

૨૩ વાર વધ્યા ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ૪માંથી ૧૧ જૂન સુધીમાં પેટ્રોલ ૫.૪૫ રૂપિયા મોંઘુ થયું છે તો ડીઝલના ભાવમાં ૬.૦૨ રૂપિયા પ્રતિ લિટરે વધારો નોંધાયો છે.

આજના પેટ્રોલ અને ડિઝલના ભાવ

શહેર     પેટ્રોલ લિ.        ડીઝલ લિ.

દિલ્હી   ૯૬.૪૧            ૮૭.૨૮

મુંબઈ   ૧૦૨.૫૮          ૯૪.૭૦

કોલકત્તા ૯૬.૩૪          ૯૦.૧૨

ચેન્નઈ   ૯૭.૬૯            ૯૧.૯૨

(10:39 am IST)