Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગૌતમ અદાણીને ફટકોઃ ૪૩,૫૦૦ કરોડનાં શેર ફ્રીઝ

નેશનલ સિકયુરીટીઝ ડીપોઝિટરી લીમીટેડે ૩ વિદેશી ફંડસના એકાઉન્‍ટ ફ્રીઝ કર્યાઃ તેમની પાસે અદાણી ગ્રુપની કંપનીઓના રૂા.૪૩,૫૦૦ કરોડથી વધુના શેર છે : આ ફંડ ન કોઇ વર્તમાન સિકયુરીટીઝને વેંચી શકશે કે ન તો ખરીદ કરી શકશેઃ છેલ્લા ૧ વર્ષમાં અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઉછાળો આવ્‍યો છેઃ તેની પણ થઇ રહી છે તપાસ : અદાણી ગ્રુપના શેર્સ ધડામ : અદાણી પોર્ટ ૧૪ ટકા તુટી ૭૧૭, અદાણી એન્‍ટરપ્રાઇઝ ર૧ ટુકા તુટી ૧ર૬૦

નવી દિલ્‍હી, તા.૧૪: ભારત અને એશિયાના બીજા નંબરના સૌથી વધુ અમીર ગૌતમ અદાણીની આગેવાનીવાળા અદાણી ગ્રુપ માટે માઠા સમાચાર છે. નેશનલ સીકયોરીટીઝ ડીપોઝીટરી લીમીટેડે ત્રણ વિદેશી ફંડસ આલ્‍બુલા ઇન્‍વેસ્‍ટમેનટ ફંડ, ક્રેસ્‍ટા ફંડ અને એપીએમએસ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. તેમની પાસે અદાણી ગ્રુપની જ કંપનીઓના ૪૩,૫૦૦ કરોડ રૂપિયાથી વધારે મૂલ્‍યના શેર છે. એનએસડીએલની વેબસાઇટ અનુસાર આ એકાઉન્‍ટસને ૩૧મે અથવા તેના પહેલા કરાયા હતા.

આ ત્રણેની અદાણી એન્‍ટરપ્રાઇઝીમાં ૬.૮૨ ટકા, અદાણી ટ્રાન્‍સમિશનમાં ૮.૦૩ ટકા અને અદાણી ટોટલ ગેસમાં ૫.૯૨ ટકા તથા અદાણી ગ્રીનમાં ૩.૫૮ ટકા ભાગીદારી છે. કસ્‍ટોડીયમ બેંકો અને વિદેશી રોકાણકારોને હેન્‍ડલ કરી રહેલ કાયદાકીય ફર્મો અનુસાર, આ વિદેશ ફંડસને બેનીફીશીયલ ઓનરશીપ અંગે પુરતી માહિતી નહીં હોય. આ કારણે તેમના એકાઉન્‍ટસને ફ્રીઝ કરી દેવાયા છે. પ્રીવેન્‍શન ઓફ મની લોન્‍ડ્રીંગ એકટ હેઠળ બેની ફીશીયલ ઓનરશીપ અંગે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે.એક અધિકારીએ જણાવ્‍યું કે લગભગ તો કસ્‍ટોડીયન પોતાના કલાયન્‍ટસને આ પ્રકારની કાર્યવાહી અંગે સાવધ કરી જ દે છે પણ જો ફંડ આ બાબતે જવાબ ના આપે અથવા નિયમોનું પાલન ન કરે તો એકાઉન્‍ટસને ફ્રીઝ કરી શકાય છે. એકાઉન્‍ટ ફ્રીઝ કરવાનો અર્થ છે કે ફંડના તો કોઇ વર્તમાન સીકયોરીટીઝ વેચી શકે કે ના તો ખરીદી શકે. કેપીટલ માર્કેટસ રેગ્‍યુલેટરે ૨૦૧૯માં એફપીઆઇ માટે કે વાયસી ડોકયુમેન્‍ટેશનને પીએમએલએ મુજબ કર્યુ હતું. ફંડસને ૨૦૨૦ સુધીનો સમય નવા નિયમોના પાલન માટે અપાયો હતો. સેબીનું કહેવું હતું કે નવા નિયમોનું પાલન ના કરનાર ફંડસના એકાઉન્‍ટસ ફ્રીઝ કરી દેવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઇએ કેટલીક વધારાની માહિતી આપવાની હતી. જેમાં કોમન ઓનરશીપનો ખુલાસો અને ફંડસ મેનેજર જેવા મહત્‍વના કર્મચારીઓની પર્સનલ ડીટેલ સામેલ હતી.

 એવું માનવામાં આવી રહયું છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોની પ્રાઇસ મેનીપ્‍યુલેશનની પણ તપાસ કરી રહયું છે. ગયા એક વર્ષમાં આ કંપનીઓના શેરોમાં ૨૦૦ થી ૧૦૦૦ ટકાનો ઉછાળો આવ્‍યો છે. એક જાણકારે કહયું કે સેબીએ ૨૦૨૦માં આ કેસની તપાસ શરૂ કરી હતી તે હજુ પણ ચાલી રહી છે.

છેલ્લા એક વર્ષમાં અદાણી ટ્રાન્‍સમિશનના શેરોમાં ૬૬૯ ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં ૯૭૨ ટકા અને અદાણી ગ્રીનના શેરોમાં ૨૫૪ ટકાની તેજી આવી છે. આવી જ રીતે અદાણી પોર્ટસ અને અદાણી પાવરના શેરોમાં ક્રમશઃ ૧૪૭ ટકા અને ૨૯૫ ટકાનો ઉછાળો આવ્‍યો છે. શુક્રવારે અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ ૯.૫ લાખ કરોડ રૂપિયા હતું. જેના લીધે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશીયાના બીજા નંબરના સૌથી વધુ અમીર વ્‍યકિત બની ગયા છે. અદાણી ટ્રાન્‍સમિશનમાં પ્રમોટર ગ્રુપની ૭૪.૯૨ ટકા, અદાણી એન્‍ટરપ્રાઇઝમાં ૭૪.૯૨ ટકા, અદાણી ટોટલ ગેસમાં ૭૪.૮૦ ટકા અને અદાણી ગ્રીનમાં ૫૬.૨૯ ટકા હિસ્‍સેદારી છે.

(11:01 am IST)