Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ચારધામ દેવસ્‍થાનમ્‌ બોર્ડને વિખેરી નાખો : કેદારનાથ મંદિરની બહાર પૂજારીઓના ધરણા ચાલુ

૧૫ જૂને ગંગોત્રી મંદિર કેમ્‍પસમાં પ્રતિકાત્‍મક ઉપવાસ : ૨૧ જૂનથી અનિヘતિ સમય માટે હડતાલનું એલાન

ઉત્તરપ્રદેશ : ઉત્તરાખંડમાં આવેલ ચારધામ દેવસ્‍થાનમ્‌ પ્રબંધન બોર્ડને વિખેરી નાખવાની માંગણીને લઈને પૂજારી કેદારનાથ મંદિરની બહાર ધરણા ઉપર બેસી ગયા છે. કેદારનાથ તીર્થના પૂજારીઓએ કહ્યુ છે કે દેવસ્‍થાનમ બોર્ડને તરત રદ્દ કરવામાં નહિં આવે ઉગ્ર આંદોલન માટે તેઓ મજબુર બનશે. તેમણે આ બોર્ડમાં નિયુકત કરાયેલા સભ્‍યોની પસંદગીને પણ રદ્દ કરવા માંગણી કરી છે. પૂજારીઓ મંદિરની બહાર આજે ચોથા દિવસે ધરણા ચાલુ રાખ્‍યા છે. પૂજારીઓ ધરણા સાથે ઉપવાસ પણ કરી રહ્યા છે. તેમણે સરકારના વિરોધમાં જોરદાર સૂત્રો પોકાર્યા હતા. પૂજારીઓએ ૧૫ જૂનના રોજ ગંગોત્રી મંદિરના કેમ્‍પસ અને શીતકાલીન પૂજાસ્‍થળમાં પ્રતિકાત્‍મક ઉપવાસ ઉપરાંત ૨૧ જૂનથી અનિヘતિ સમય માટે હડતાલનું પણ એલાન કર્યુ છે.

વાસ્‍તવમાં અનેક બાબતોને લઈને સરકારથી ચારધામ દેવસ્‍થાનમ્‌ પ્રબંધન બોર્ડથી કેદારનાથ તીર્થના પૂજારીઓ નારાજ થયા છે. મે મહિનામાં બોર્ડના સભ્‍યોએ પૂજારીઓને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાથી રોકયા હતા. એ પછી વિવાદ વધી જતા કેટલાક સમય મંદિરને બંધ પણ કરવુ પડયુ હતું. બોર્ડ ઉપરાંત કેદારનાથના પૂજારીઓને સરકાર સાથે પણ ફરીયાદો છે. પૂજારીઓએ કહ્યુ કે ઉત્તરાખંડ પ્રદેશની સરકાર ચારધામ યાત્રા અને મંદિરો ઉપર કબ્‍જો કરવાની ફીરાકમાં છે જેનો અમે વિરોધ કરીએ છીએ.

પૂજારીઓનુ કહેવુ છે કે અમને વિશ્વાસમાં લીધા વિના સરકારે સૌપ્રથમ બોર્ડની રચના કરી અને હવે આ બોર્ડને વધુ અધિકારો આપવામાં આવી રહ્યા છે યોગ્‍ય નથી.

 

 

 

(11:46 am IST)