Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

શરીરમાં પરમાણુ બોમ્બની જેમ હુમલો કરે છે કોરોના

૧૦ ટકા દર્દીઓને લાંબા સમય સુધી રહે છે તકલીફ

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસ પછી વધુ એક જોખમી લોંગ કોવિડનું વધી રહ્યું છે. બ્રિટનમાં થયેલ એક નવો અભ્યાસ જણાવે છે કે કોરોના સંક્રમિત ૧૦ ટકા લોકોને લાંબા સમય સુધી તકલીફ રહી શકે છે. લોંગ કોવિડનો અર્થ એ છે કે કોરોના સંક્રમણ ખતમ થયા પછી પણ લાંબા સમય સુધી કોરોનાની ખરાબ અસર ચાલુ રહે છે.

નેચર જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટેટીકસ (ઓએનએસ)એ ૨૦ હજાર સંક્રમિતો પર કરેલા અભ્યાસમાં જાણ્યું કે ૧૩.૭ ટકા લોકોમાં ત્રણ મહિના પછી પણ લોંગ કોવિડના લક્ષણો મળ્યા. તેમાં મોટાભાગના લક્ષણો કોરોના જેવા જ હોય છે. જેમાં શારીરિક અસ્વસ્થતા, થાક લાગવો, સુકી ઉધરસ વગેરે સામેલ છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને લોંગ કોવિડના ૩૫૦૦ દર્દીઓમાં કુલ ૨૦૫ પ્રકારના લક્ષણો નોંધ્યા છે જે ૬ મહિના સુધી પણ ચાલુ હતા. જો કે તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ હતો. ઓએનએસ અનુસાર, સંક્રમિતોમાંથી દસ ટકા લોકોને લોંગ કોવિદ થાય છે જેની મુદત છ મહિના અથવા તેનાથી વધારે છે. જો કે ત્રણ મહિના સુધી આવા લક્ષણો આનાથી કેટલાય વધારે લોકોમાં જોવા મળ્યા છે.

રિસર્ચરોનું માનવું છે કે કોરોના સંક્રમણ માણસના પ્રતિરોધક તંત્ર પર બહુ ખરાબ રીતે હુમલો કરે છે તે એક પરમાણુ બોમ્બની જેમ હુમલો કરે છે. તેનાથી પ્રતિરોધક તંત્ર ખરાબ રીતે બગડી જાય છે જેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેના પર ઉંડા અભ્યાસ શરૂ કરાયા છે જેનાથી સાચા કારણોની જાણ થઇ શકશે. તેમાં એ પણ જાણવા મળશે કે લોંગ કોવિડની અસર કેટલા લાંબા સમય સુધી રહી શકે છે. કેમકે અત્યાર સુધી જે રીસર્ચ થયા છે તેમાં છ મહિના સુધી તેની અસર નોંધવામાં આવી છે.

(12:54 pm IST)