Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોવિદ -19 ની બીજી લહેર વચ્ચે ઇન્ડિયન અમેરિકન બિઝનેસ કાઉન્સિલ વતનની વહારે : ઓક્સિજન કન્સેન્ટ્રેટર , કન્વર્ટર, સર્જિકલ ગાઉન ,માસ્ક, ડિજિટલ થર્મોમીટર્સ, ઓક્સિમીટર અને હેન્ડ સેનિટાઇઝરનું બીજું શીપ રવાના કર્યું

શિકાગો : ભારતમાં કોવિદ -19 ની બીજી લહેર  વચ્ચે શિકાગો, ઇલિનોઇસ સ્થિત  નોનપ્રોફિટ ઇન્ડિયન  અમેરિકન બિઝનેસ કાઉન્સિલ વતનની વહારે આવ્યુ છે. કોમ્યુનિટીના  સહકારથી તેણે ઓક્સિજન કન્સેન્ટ્રેટર , કન્વર્ટર, સર્જિકલ ગાઉન ,માસ્ક, ડિજિટલ થર્મોમીટર્સ, ઓક્સિમીટર અને હેન્ડ સેનિટાઇઝરનું બીજું શીપ રવાના કર્યું છે.

પ્રથમ શિપમેન્ટ રવાના કર્યા પછી, તબીબી ઉપકરણોના જથ્થા સાથેનું  આ બીજું  શિપમેન્ટ ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં વિતરણ માટે મોકલવામાં આવી રહ્યું  છે, તેવું સમાચાર સૂત્રોને જણાવાયું છે.

આઈએબીસી પ્રેસિડન્ટ કીર્તિ કુમાર રાવૂરીએ કહ્યું હતું કે લાઈફ સેવિંગ તબીબી ઉપકરણો  અને અન્ય એસેસરીઝન વધુને વધુ પુરવઠો ભારત મોકલવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ .

આઇએબીસી ચેરમેન અજિતસિંહ કે જેઓ આ માનવતાવાદી મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવને લીધે  દર્દીઓ જીંદગી ગુમાવી રહ્યા છે.તેથી ઇન્ડિયન અમેરિકન બિઝનેસ કાઉન્સિલના ઉપક્રમે તાત્કાલિક  ઓક્સિજન પુરવઠો  અને અન્ય લાઈફ સેવિંગ  તબીબી પુરવઠો એકત્રિત કરવાની આ નિર્ણાયક યોજના શરૂ કરવામાં આવી  છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:51 pm IST)