Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કેડિલા વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી માગી શકે

કોરોનાની વધુ એક રસીના આગમનની તૈયારી : ઝાયડસ-કેડિલાની રસીને મંજૂરી મળશે તો વિશ્વની પ્રથમ ડીએનએ-પ્લાઝ્મિડ રસી હશે : સપ્તાહમાં મંજુરી માગી શકે

નવી દિલ્હી, . ૧૪ : કોરોના મહામારી સામે લડવા માટે અત્યારે રસી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બીજી લહેરે અનેક પરિવારોને તોડી નાખ્યા છે. ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો હોવાનું કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે. ત્યારે ૧૨થી ૧૮ વર્ષના બાળકો પર ટેસ્ટ કરવાનું શરૂ કરાયા બાદ ઝાયડ્સ-કેડિલા હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે તેની રસીના ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માંગી શકે છે. જો મંજૂરી મળી જશે તો વિશ્વની પ્રથમ ડીએનએ-પ્લાઝ્મિડ રસી હશે. સરકાર અને કંપનીના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, અમદાવાદ સ્થિત ઝાયડ્સ-કેડિલા એકાદ અઠવાડિયામાં ડ્રગ રેગ્યુલેટર પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી શકે છે.

એક સરકારી અધિકારીએ ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, ત્રણ તબક્કા ટ્રાયલ્સમાં ડેટા એનાલિસિસ તૈયાર છે. કંપની ટૂંક સમયમાં તેની રસી માટે EUAની માંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ZyCov-Dને અમદાવાદની કંપની ઝયડ્સ-કેડિલા બનાવી રહી છે. જે ફાયઝર/બાયોનટેક અને મોડર્ના કરતા સાવ અલગ છે. રસી પ્લાઝમિડ ડીએનએનો ઉપયોગ માનવ કોષોને સાર્સ કોવ- સામે એન્ટીજન બનાવવાનો નિર્દેશ કરે છે.

ખાસ વાત છે કે, રસીને - ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સંગ્રહિત કરી શકાય છે. બીજી તરફ ફાઇઝર-બાયોએનટેક રસીની જાળવણી માટે -૭૦ ડિગ્રી સેલ્સિયસ અથવા ઓછામાં ઓછી -૧૫ થી -૨૫ ડિગ્રી સેલ્સિયસ કોલ્ડ ચેઇન જરૂરી છે. અલગ અલગ વેરિએન્ટ સામે ઉપયોગ માટે રસી દ્બઇદ્ગછ રસી કરતાં વધુ અનુકૂળ થઈ શકે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

એક તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, બાળકોમાં ભાગ્યે કોરોનાના ગંભીર સ્વરૂપો જોવા મળે છે. બીજી તરફ કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તાજેતરમાં બાળકોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે, કેટલાકના મોત પણ થયા છે. કોરોના વાયરસના કેસ સાથે બાળકોમાં બ્લેક ફંગસના કેસ પણ નોંધાયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વિજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને ન્યુઝ૧૮ને જણાવ્યું હતું કે, બાળકો માટે રસી ઉપલબ્ધ થાય ત્યાં સુધી વધુમાં વધુ માતાપિતા અને શિક્ષકોએ વાયરસના સંક્રમણથી બચાવવા માટે રસી લેવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, અંતે આપણી પાસે બાળકો માટેની રસી આવશે તેવી મને આશા છે.

પરંતુ તે વર્ષે નહી આવે. જ્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન પૂરું થાય એટલે શાળાઓ ખોલવી જોઈએ. અન્ય દેશોએ પણ સાવચેતી રાખીને આવું કર્યું છે. જો શિક્ષકોને રસી આપવામાં આવે તો તે હરણફાળ હશે. નોંધનીય છે કે, અમેરિકા, કેનેડા, અને યુરોપિયન યુનિયનમાં ૧૨થી ૧૫ વર્ષના બાળકોને રસી આપવાનું કામ ચાલી રહ્યું છે. વયજુથના રસીકરણ માટે યુકે દ્વારા પણ ફાયઝર/બાયોનટેકની રસીને માન્યતા અપાઈ છે.

(8:01 pm IST)