Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હરિદ્વાર ફરવા નીકળેલા ચાર મિત્રોની કાર ટ્રકમાં ઘૂસી ગઈ

આખો અકસ્માત ફેસબુક લાઈવમાં કેદ થયો : કાર ચલાવતી વખતે જીમ ટ્રેનર ફેસબુક લાઇવ કરતો હતો જેનું અકસ્માતમાં મોત થયું : ત્રણની હાલત ગંભીર

ફરીદાબાદ, તા. ૧૪ : એનઆઈટી વિસ્તારમાં રહેતા મિત્રો શનિવારે સાંજે કારથી હરિદ્વાર અને ઋષિકેશ ફરવા માટે નીકળ્યાં હતાં. મોડી રાત્રે તેમની કારનો આગળ જતા ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ફરીદાબાદના જિમ ટ્રેનરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાંની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અકસ્માત પહેલા મૃતક જીમ ટ્રેનર ફેસબુક લાઇવ કરી રહ્યો હતો. કારણે સમગ્ર અકસ્માત ફેસબુક લાઇવમાં કેદ થઈ ગયો હતો. ઘટના હરિદ્વારના બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર બની છે. અકસ્માત ત્યારે થયો જ્યારે ફૂલ સ્પીડ કાર ઇંટો ભરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

હરિદ્વારના સંતશાહ ચોકી ઇન્ચાર્જ એસ.આઈ.અશોક રાવતે જણાવ્યું હતું કે મોડી રાત્રે વાગ્યે તેમને માહિતી મળી હતી કે કાર ઇંટોથી ભરેલી ટ્રોલી સાથે અથડાઈ છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનસ્થળે પહોંચી હતો અને કારમાં લોહીલુહાણ હાલતમાં પડેલા ચાર યુવકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જિમ ટ્રેનર કરણ જાંગરાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઘટના બની ત્યારે કરણ તેની ફેસબુક પ્રોફાઇલ પર લાઇવ હતો. દરમિયાન આખી ઘટના તે લાઇવ વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસે ફરીદાબાદના એનઆઈટીમાં રહેતા કરણના પરિવારને ઘટનાની જાણકારી આપી હતી. જેના કારણે કરણના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

(8:02 pm IST)