Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમેરિકામાં દર વર્ષે બંદૂકોથી 38,000 ઉપરાંત લોકોની હત્યા થાય છે : 85,000 જેટલા લોકો ઘાયલ થાય છે : સમસ્યા માત્ર બંદૂકોની નથી પરંતુ માનસિકતાની છે : જૈન ધર્મગુરુ આચાર્ય લોકેશ મુનિ પ્રેસિડન્ટ જો બિડેનને મળ્યા : પ્રાથમિક સ્તરથી જ 'શાંતિ શિક્ષણ' લાગુ કરવાની કરવાની હિમાયત કરી


લોસ એંજલસ : બંદૂકની હિંસા અમેરિકામાં અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશનના જણાવ્યા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે બંદૂકો 38,000 થી વધુ લોકોની હત્યા કરે છે અને લગભગ 85,000 ઘાયલ થાય છે.

એક ભારતીય આધ્યાત્મિક નેતા યુએસ પ્રમુખ જો બિડેનને મળ્યા છે અને તેમને દેશમાં બંદૂકની હિંસાની વધતી જતી સમસ્યાનો સામનો કરવા અમેરિકન શાળાઓમાં 'શાંતિ શિક્ષણ' લાગુ કરવાની સલાહ આપી છે. જૈન ધર્મગુરુ આચાર્ય લોકેશ મુનિ, જેઓ એક મહિનાની યુ.એસ.ની મુલાકાતે પધાર્યા હતા, ગયા અઠવાડિયે લોસ એન્જલસમાં ડેમોક્રેટિક પાર્ટીના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ બિડેનને મળ્યા હતા.

મુનિએ મિટિંગ દરમિયાન બિડેનને કહ્યું, 'સમસ્યા માત્ર બંદૂકોની નથી, પરંતુ સમસ્યા માનસિકતાની છે. ખરો ઉકેલ એ છે કે આપણા મનની અંદરની માનસિકતાનો સામનો કરવો. તેમણે કહ્યું કે પ્રાથમિક સ્તરથી જ 'શાંતિ શિક્ષણ' લાગુ કરવાની જરૂર છે અને જો આપણે આમ કરવામાં સફળ થઈશું તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.

ઉલ્લેખનીય છે કે 24 મેના રોજ, એક બંદૂકધારી ઉવાલ્ડે, ટેક્સાસમાં એક પ્રાથમિક શાળામાં ઘૂસી ગયો હતો, જેમાં 19 બાળકો અને બે શિક્ષકોની હત્યા થઈ હતી. યુએસમાં લગભગ એક દાયકામાં શાળામાં ગોળીબારની આ સૌથી ઘાતક ઘટના હતી. મુનિએ કહ્યું, 'બંદૂક માત્ર એક સાધન છે, ખરી સમસ્યા માનવ મગજની છે. હું આ માત્ર ભારતીય સાધુ કે જૈન સંત હોવાના કારણે નથી કહી રહ્યો. આ એક વૈજ્ઞાનિક સત્ય છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:46 pm IST)