Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ઇડી રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નહિ :કાલે ફરીવાર કરશે કોંગ્રેસ નેતાની પૂછપરછ

અગાઉ તેની ત્રણ કલાક પૂછપરછ બાદ ફરીથી પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી.

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મંગળવારે પણ તેમની પૂછપરછ કરે તેવી શક્યતા છે. આ માટે EDએ તેમને ફરીથી સમન્સ પાઠવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીની EDએ લગભગ સાડા આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. EDએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે તબક્કામાં પૂછપરછ કરી છે. અગાઉ તેની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેની ફરીથી પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આજે EDએ રાહુલ ગાંધીને ઘણા સવાલ પૂછ્યા છે. રાહુલ ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેને લઈ આજે તે હાજર થયા હતા. તે પહેલા તેઓ નેતાઓ અને કાર્યકરો સાથે દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે અનેક નેતાઓને કસ્ટડીમાં પણ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમનું કહેવું છે કે પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી. આ કારણે તેમને હેરલાઈન ફ્રેક્ચર થયું છે.

(10:56 pm IST)