Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સેંકડો સાયકલ ચાલકો નગ્ન થઇને કેમ રોડ પર ઉતર્યાઃ ૧૭ કિમીનું અંતર કાપીને ઍક સ્થળે ભેગા થયા

નગ્ન સાયકલ માર્ચથી રાહદારીઓ વિચિત્ર સ્થિતિમાં મુકાઇ ગયા : સરકાર સાયકલિસ્ટોની રોડ શેફટી માટે વિચારે તેવી માંગ કરી હતી

મેકિસકો, તા.૧૪: કોઇ પણ સંગઠન, સમુદાય કે ગ્રુપને પોતાની માંગણી માટે ­દર્શનઍ સૌથી મોટું હથિયાર છે. ­દર્શનનો હેતું જ પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચવાનો હોય છે પરંતુ મેકસિકોમાં સાયકલ ચાલકોઍ રોડ શેફટીની જાગૃતિ માટે કરેલું અભિયાન ચર્ચામાં આવ્યું છે. સાયકલચાલકોઍ સુરક્ષા માટે નગ્ન થઇને સાયકલ સાથે માર્ચ કાઢી હતી. ­દર્શનકારીઓ નિવસ્ત્ર સ્થિતિમાં ડેલારિફોર્મા ઍવન્યુ માર્ગ પર ૧૭ કિમીનું અંતર કાપીને ઐતિહાસિક ક્રાંતિ સ્મારક ભેગા થયા હતા.

સરકાર સાયકલ ચલાવવા માટે ­ોત્સાહન આપે છે પરંતુ સાયકલચાલકોની શેફટી માટે કશું જ વિચારવામાં આવતું નથી ઍવો ­દર્શનકારીઓઍ આક્ષેપ કર્યો હતો. પગપાળા જનારા અને સાયકલ પર સફર કરનારા માટે પણ રોડ શેફટી હોવી જાઇઍ ઍવી માંગ કરી હતી. નગ્ન અવસ્થામાં ­દર્શકારીઓ કારની સરખામણીમાં સાયકલ સાથે ઓરમાયું વર્તન થઇ રહયું હોવાનું માનતા હતા. મેકસિકોમાં વિરોધ ­દર્શન હંમેશા આક્રમક અને અલગ જ અંદાજમાં યોજાતા રહે છે પરંતુ નગ્ન હાલતમાં સેંકડો સાયકલિસ્ટો અચાનક જ રસ્તા પર આવી જતા રાહદારીઓ વિચિત્ર સ્થિતિમાં મુકાઇ ગયા હતા. 

(10:19 am IST)