Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પુતિનની યાત્રા વખતે તેમના સુરક્ષાદળો મળ-મૂત્ર એકત્ર કરે છે

પુતિન નથી ઇચ્‍છતા કે તેમના ડીએનએ દુશ્‍મોના પાસે પહોંચે

મોસ્‍કો,તા. ૧૪ : આજે વિજ્ઞાન એટલુ આગળ વધી ગયુ છે કે લોકો વિશે ઘણી બધી માહિતી તેમના ડીએનએમાંથી મેળવા શકાય છે.રશિયન રાષ્‍ટ્રપતિ પુતિન પણ પોતાના દુશ્‍મનોને ડીએનએ સાથે એવું કઇ પણ આપવા માંગતા નથી જેથી તેમના સ્‍વાસ્‍થ્‍યની માહિતી મેળવી શકાય. આ કારણથી તેમના અંગરક્ષકો વિદેશ પ્રવાસ દરમિયાન પુતિનનું મળ-મૂત્ર પણ એકત્ર કરતા હોય છે.

આ મળ-મૂત્રને એક બોકસમાં પેક કરીને મોસ્‍કો લઇ જવાય છે. એર રિપોર્ટ અનુસાર, પુતિનની સુરક્ષા સેવાના સભ્‍યો એક ખાસ પેકેટ દ્વારા તેમના મળ-મૂત્ર ભેગુ કરે છે. પછી તેને આ હેતુ માટે વિશેષ રીતે બનાવવામાં આવેલી બ્રીફ કેસમાં સાચવવામાં આવે છે.

ફ્રેચ મેગેઝિનના બે ઇન્‍વેસ્‍ટિગેટિવ પત્રકારોના જણાવ્‍યા અનુસાર પુતિનનો મળ ભેગુ કરવાની જવાબદારી સુરક્ષા એજન્‍સીઓની છે. રશિયા પર બે પુસ્‍તકો લખનાર રેજીસ જેન્‍ટે કહે છે કે બે ઉદાહરણો છે જેમાં સુરક્ષા એજન્‍સીઓ દ્વારા પુતિનનો મળ એકત્ર કરવામાં આવતો હોય પહેલી ઘટના ૨૦૧૭માં ફ્રાન્‍સની મુલાકાત દરમિયાન અને બીજી ઘટના ૨૦૧૯માં સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન જોવા મળી હતી. ૨૦૧૯માં પુતિન પેરિસમાં યુક્રેન સમિટ દરમિયાન છ અંગરક્ષકો સાથે શૌચાલયમાં જતા જોવા મળ્‍યા હતા. એક પૂર્વ પત્રકારે જણાવ્‍યુ હતુ કે પુતિન જ્‍યારથી સત્તામાં આવ્‍યા છે. ત્‍યારથી તેમનું ટોયલેટ પોતાની સાથે લઇને ફરે છે.

(10:29 am IST)