Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

AK-47 કેસમાં બિહારના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ દોષિત : 21 જૂને સજા અંગે ફેંસલો

પટના : બિહારના પ્રખ્યાત બાહુબલી ધારાસભ્ય અનંત સિંહને પટનાની એમ.પી. MLA કોર્ટે દોષિત ઠેરવ્યા છે. સજા અંગેનો નિર્ણય 21 જૂને લેવામાં આવશે. અનંત સિંહના ઘરેથી AK 47 અને અન્ય હથિયારો મળી આવ્યા હતા

મંગળવારે, MP MLA કોર્ટે પટનાની બેઉર જેલમાં બંધ મોકામા ધારાસભ્ય અનંત કુમાર સિંહ વિરુદ્ધ પ્રતિબંધિત આધુનિક હથિયાર AK-47 અને હેન્ડ ગ્રેનેડ રિકવરીના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. આ કેસમાં કોર્ટે તેને દોષિત ઠેરવેલ છે. સજાના મુદ્દા પર સુનાવણી 21 જૂને થશે. એમપી એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ ત્રિલોકી દુબેએ પોલીસ કાર્યવાહી અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોર્ટે 15 ઓક્ટોબર 2020 ના રોજ MLA અનંત સિંહ અને કેરટેકર સુનિલ રામ પર આ કેસમાં આરોપો ઘડ્યા હતા. આ પછી, આ કેસમાં નિયુક્ત સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે 13 પોલીસ પ્રોસિક્યુશન સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ પછી, ધારાસભ્ય અનંત સિંહ વતી બચાવ પક્ષ દ્વારા કુલ 33 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. સોમવારે બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:55 pm IST)