Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રશિયા-યુક્રેન યુદ્ધને લીધે કાર ઉત્‍પાદકોને ચિપની ભારે અછત

ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગને વૈશ્વિક સેમિકન્‍ડક્‍ટર ચિપની અછતે હેરાન-પરેશાન કરી દીધો છે

નવી દિલ્‍હી, તા.૧૪: રશિયા-યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ચિપની અછતનું સંકટ વધી ગયું છે. ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગને વૈશ્વિક સેમિકન્‍ડક્‍ટર ચિપની અછતે હેરાન-પરેશાન કરી દીધો છે. આ ચિપ માટે લાંબો વેઇટિંગ પિરિયડ ચાલી રહ્યો છે, જેથી હાલ સપ્‍લાય શોર્ટેજ વર્તાઈ રહ્યો છે. જોકે કાર ઉત્‍પાદકોએ આનો રસ્‍તો શોધી કાઢયો છે. દક્ષિણ કોરિયાઈ બ્રાન્‍ડ  કિયા એની પ્રોડક્‍ટ સાથે વન કી ઓફર કરી રહી છે. જ્‍યારે બીજી કી મોડેથી ઓફર કરશે. જો તમે તમારી કિયા કારની ડિલિવરી હાલ લેશો, તો તમને કારની બીજી ચાવી આ વર્ષના ઓક્‍ટોબરમાં સોંપવામાં આવશે.

હાલ કંપની ભારતીય બજારમાં તેની કુલ પાંચ પ્રોડક્‍ટ વેચી રહી છે, જેમાં કાર્નિવલ, કેરેન્‍સ, સેલ્‍ટોસ, સોનેત અને ચ્‍સ્‍૬નો સમાવેશ થાય છે. કિયાના મોડલમાં બે સ્‍માર્ટ ચાવીઓની સાથે વેચવામાં આવે છે, પણ ડિલિવરી લેતા સમયે એમાંથી એક ચાવી જ આપવામાં આવે છે. કંપની આ પગલાથી એની ખાતરી કરે છે, કે કંપની બધી કારોમાં બધી સુવિધાઓની સાથે વેચી રહી છે, પણ OEMs ઓછા ફીચર્સ સાથે કારો વેચવાનું શરૂ કર્યું છે.

કિયાનું EV6  સૌથી નવીનતમ મોડલ છે, જે કંપનીએ ભારતીય બજારમાં હાલમાં જ મૂકયું છે, પણ કંપની એ મોડલને સિંગલ-કીની વ્‍યૂહરચનાથી વેચી રહી છે. કંપનીએ આ ઇલેક્‍ટ્રિક કાર એક્‍સ શો-રૂમ કિંમત રૂ.૬૦ લાખની કિંમતથી વેચી રહી છે.

(5:02 pm IST)