Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પૂર્વ ક્રિકેટરો, અમ્‍પાયરોના માસિક પેન્‍શનમાં ૧૦૦%નો વધારો : બીસીસીઆઈ

નવી દિલ્‍હી : બીસીસીઆઈએ  ભૂતપૂર્વ ક્રિકેટરો (પુરુષ અને મહિલા બંને) અને ભૂતપૂર્વ અમ્‍પાયરોના માસિક પેન્‍શનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

બીસીસીઆઈના પ્રમુખ શ્રી સૌરવ ગાંગુલીએ કહ્યું અમારા ભૂતપૂર્વ ક્રિકેટરોની નાણાકીય સુખાકારીનું ધ્‍યાન રાખવામાં આવે તે અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. ખેલાડીઓ જીવનરેખા બની રહે છે અને એક બોર્ડ તરીકે, અમારી ફરજ છે કે જ્‍યારે તેઓના રમવાના દિવસો પૂરા થાય ત્‍યારે તેમની સાથે રહેવું.

બીસીસીઆઈના માનદ સચિવ, શ્રી જય શાહે કહ્યું અમારા ક્રિકેટરોનું કલ્‍યાણ એ ભૂતપૂર્વ હોય કે વર્તમાન એ સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે અને પેન્‍શનની રકમ વધારવી એ એ દિશામાં એક પગલું છે. બીસીસીઆઈ વર્ષોથી અમ્‍પાયરોએ આપેલા યોગદાનની કદર કરે છે અને ભારતીય ક્રિકેટ પ્રત્‍યેની તેમની મહેનતુ સેવાઓ બદલ કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવાનો આ એક માર્ગ છે. કુલ ૯૦૦ જેટલા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે જેમાં ૭૫% થી વધુ લાભાર્થીઓને ૧૦૦% વધારો મળશે. આ વધારો આ મહિનેથી જ લાગુ પડશે.

(5:11 pm IST)