Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ ૧૫.૮૮%ના રેકોર્ડ સ્તરે

વ્યાજદરની નીતિ હવે ભારત સહિત વિશ્વને પરેશાન કરી રહી છેઃમોંઘવારીનો દર ૪૦ વર્ષની નવી ટોચે પહોંચ્યા બાદ ભારતમાં આવેલ જથ્થાબંધ મોંઘાવરીના આંકડાએ સામાન્ય જનતાને રડાવ્યા છે

નવી દિલ્હી , તા.૧૪ : કોરોના મહામારીમાં અર્થતંત્રને બચાવવા માટે શરૃ કરવામાં આવેલ અલ્ટ્ર લુઝ મોનિટરી પોલિસી એટલે કે સસ્તા વ્યાજદરની નીતિ હવે ભારત સહિત વિશ્વને પરેશાન કરી રહી છે. અમેરિકામાં આ સપ્તાહે આવેલ આંકડા અનુસાર મોંઘવારીનો દર ૪૦ વર્ષની નવી ટોચે પહોંચ્યા બાદ ભારતમાં પણ આજે આવેલ જથ્થાબંધ મોંઘાવરીના આંકડાએ સામાન્ય જનતાને રડાવ્યા છે અને સરકાર તથા આરબીઆઈની ચિંતામાં વધારો કર્યો છે.

દેશમાં મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો નવી ટોચે પહોંચ્યો છે. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ મે મહિનામાં ૧૫.૮૮%ના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલ, ૨૦૨૨માં ડબલ્યુપીઆઈ ઈન્ડેકસ ૧૫.૦૮% હતો અને મે, ૨૦૨૧માં ૧૩.૧૧% હતો. ચોંકાવનારી વાત એ છે કે સતત બે મહિના આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરીને રેપોરેટ ૦.૯૦%નો વધારો કરવા છતા જથ્થાબંધ ભાવાંક સતત ૧૪મા મહિને ડબલ ડિજિટમાં એટલેકે ૧૦%ની ઉપર રહ્યું છે.કોરોના મહામારીમાં અર્થતંત્રને બચાવવા માટે શરૃ કરવામાં આવેલ અલ્ટ્ર લુઝ મોનિટરી પોલિસી એટલેકે સસ્તા વ્યાજદરની નીતિ હવે ભારત સહિત વિશ્વને પરેશાન કરી રહી છે. અમેરિકામાં આ સપ્તાહે આવેલ આંકડા અનુસાર મોંઘવારીનો દર ૪૦ વર્ષની નવી ટોચે પહોંચ્યા બાદ ભારતમાં પણ આજે આવેલ જથ્થાબંધ મોંઘાવરીના આંકડાએ સામાન્ય જનતાને રડાવ્યા છે અને સરકાર તથા આરબીઆઈની ચિંતામાં વધારો કર્યો છે.દેશમાં મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો નવી ટોચે પહોંચ્યો છે. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ મે મહિનામાં ૧૫.૮૮%ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે,જે ૨૦૧૨ બાદનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. એપ્રિલ, ૨૦૨૨માં ડબલ્યુપીઆઈ ઈન્ડેકસ ૧૫.૦૮% હતો અને મે, ૨૦૨૧માં ૧૩.૧૧% હતો.. કોર ઈન્ફલેશન રેટ ૧૦.૫૦% રહ્યો છે. માસિક દ્રષ્ટિએ ખાદ્ય મોંઘવારી દર ૮.૮૮%થી વધીને ૧૦.૮૯% થઈ છે. શાકભાજીનો મોંઘવારી દર ૨૩%ની સામે ૫૬.૩૬%એ પહોંચ્યો છે. અનાજ એટલેકે પલ્સ ઈન્ફલેશન -૩.૬૯%ની સામે -૦.૩૪% થયો છે. બટાટાનો મોંઘવારી દર ૧૯%ની સામે ૨૪% થયો છે.ડબલ્યુપીઆઈ ફ્યુઅલ અને પાવર ઈન્ડેકસ ૪૦.૬૨%એ પહોંચ્યો છે. મિનરલ ઈન્ફલેશન ૩૩.૯૪% મે મહિનામાં જોવા મળ્યો છે.ચોંકાવનારી વાત એ છે કે સતત બે મહિના આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરીને રેપોરેટ ૦.૯૦%નો વધારો કરવા છતા જથ્થાબંધ ભાવાંક સતત ૧૪મા મહિને ડબલ ડિજિટમાં એટલેકે ૧૦%ની ઉપર રહ્યું છે.

(7:58 pm IST)