Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જેલમાં ધકેલી દેવાયેલા સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના સમર્થકો તોફાને ચડ્યા : આગજની તથા હિંસા ફાટી નીકળતા જોહનિસબર્ગ સહીત બે રાજ્યોમાં લશ્કર મુકાયું

જોહાનિસબર્ગ : કોર્ટનો અનાદર કરવા બદલ 15 માસ માટે જેલમાં ધકેલી દેવાયેલા સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના સમર્થકો તોફાને ચડ્યા છે. આગજની તથા હિંસા ફાટી નીકળતા જોહનિસબર્ગ સહીત બે રાજ્યોમાં લશ્કર મુકી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર મામલે હાજર થવાનો ઇન્કાર કરનાર જેકબ જુમાએ કહ્યું હતું કે હું જેલમાં જવાનું પસંદ કરીશ પણ તપાસ કમિટી સમક્ષ હાજર નહીં થઉં .

આથી સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટનો અનાદર કરવાના આરોપસર 15 માસની જેલસજા ફરમાવતા તેમના સમર્થકો છંછેડાયા છે. અને તોફાનો શરૂ કરી દીધા છે. જે અંતર્ગત હિંસા અને આગજનીના બનાવો બનવા લાગતા જોહનિસબર્ગ સહીત બે રાજ્યોમાં લશ્કર મુકી દેવાયું છે. તેવું એન ટી.દ્વારા જાણવા મળે છે.

(9:13 am IST)