Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ફ્રાંસે ગુગલને 59.2 કરોડ ડોલરની જંગી પેનલ્ટી ફટકારી

ન્યુઝ પબ્લિસર્સ દ્વારા ગુગલના ઓનલાઇન પ્લેટફોર્મ પર તેમના ન્યુઝ દર્શાવવાના બદલમાં વળતર મંગાયું

નવી દિલ્હી : તાજેતરમાં ગુગલ સાથે ફ્રાન્સમાં થઇ છે. ફ્રાંન્સની સરકારે સર્ચ એન્જીન ગુગલને 59.2 કરોડ ડોલરની જંગી પેનલ્ટી ફટકારી છે.

ન્યુઝ પબ્લિસર્સ દ્વારા ગુગલના ઓનલાઇન પ્લેટફોર્મ પર તેમના ન્યુઝ દર્શાવવાના બદલમાં વળતર માંગવામાં આવ્યુ છે. આ વિવાદને પગલે ફ્રાન્સની એન્ટિટ્રસ્ટ વોચડોગે ગુગલને 59.3 કરોડ ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં ગુગલ સહિતની અન્ય ટેકનોલોજી કંપનીઓના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર દર્શાવવામાં આવલા ન્યૂઝ કન્ટેન્ટના બદલમાં પ્રકાશકને વળતર ચૂકવવાનું દબાણ કરવામાં આવી રહ્યુ છે.

નાણાંકીય દંડ ફટકારતા ફ્રાન્સના નિયામકે ચેતવણી આપી કે જો ગુગલ ન્યૂઝ પ્રકાશકોને વળતરની ચૂકવણી કરવાની રૂપરેખા અંગે બે મહિનાની અંદર પ્રસ્તાવ રજૂ નહીં કરે તો તેને દૈનિક ધોરણે લગભગ 10 લાખ ડોલરના હિસાબે વધુ દંડ કરવામાં આવશે.

ફ્રાન્સની તપાસ એજન્સીએ ચાલુ વર્ષની શરૂઆતમાં સમાચાર પ્રકાશકોની સાથે ત્રણ મહિનાની અંદર વાતચિત કરવા માટે ગુગલને અસ્થાયી આદેશ જારી કર્યો હતો અને આ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કંપની જંગી દંડ કરવામાં આવ્યો છે.

 ગુગલ ફ્રાંસે એક નિવેદનમાં કહ્યુ કે, આ નિર્ણયથી તેઓ અત્યંત નિરાશ છે અને આ દંડ અમારા પ્લેટફોર્મ પર કરાયેલા પ્રયાસો કે ન્યુઝ કન્ટેન્ટના ઉપયોગની વાસ્તવિક્તાને દર્શાવતા નથી.

(12:00 am IST)