Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સંસદના ચોમાસું સત્ર પહેલા રાજનાથસિંહના ઘરે બેઠક મળી :દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા

સંસદ સત્ર દરમિયાન તૈયારીઓ અંગે ભાજપના નેતાઓમાં મંથન

નવી દિલ્હી : સંસદના ચોમાસું સત્ર પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના ઘરે કેન્દ્ર સરકારની મોટી બેઠક મળી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, નરેન્દ્રસિંહ તોમર અને સરકારના 12 થી વધુ મોટા પ્રધાનો હાજર રહ્યા હતા.

 સંસદ સત્ર દરમિયાન તૈયારીઓ અંગે ભાજપના નેતાઓમાં મંથન ચાલ્યું હતું. સત્ર દરમિયાન વિરોધ પક્ષના હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચર્ચા પણ થઈ હતી. સરકાર દ્વારા રજૂ થનારા બિલ અને અન્ય મુદ્દાઓ પર આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. ચોમાસા સત્રને ફળદાયી બનાવવા માટેની વ્યૂહરચના અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

(12:00 am IST)