Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કારની બોનેટ પર બેસીને લગ્ન કરવા પહોંચી દુલ્હન : વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કડક કાર્યવાહી

પોલીસે દુલ્હન, વીડિયોગ્રાફર અને ડ્રાઇવર સહિત વાહનમાં સવાર અન્ય લોકોની વિરૂધ્ધ કેસ દાખલ કર્યો

પુણે તા. ૧૪ : મહારાષ્ટ્રના પુણેમાં એક દુલ્હન પર તેના લગ્નના દિવસે જ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસ એ ૨૩ વર્ષીય એક દુલ્હન અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ઘ મોટર વાહન કાયદા હેઠળ એક કેસ નોંધી લીધો છે. આ યુવતી પોતાના વિવાહ સમારોહ સ્થળ જવા દરમિયાન એક ચાલતી એસયૂવીના બોનેટ પર બેઠી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ જાણકારી મહારાષ્ટ્રના પુણેમાં પોલીસે મંગળવારે આપી.

લોની કાલભોર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, વાહન સાસવડ જઈ રહ્યું હતું, જયાં લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જયારે વીડિયો સવારે એ સમયે ઉતારવામાં આવ્યો હતો જયારે તે વાહન પુણે-સાસવડ રોડ પર ત્યાં દિવે ઘાટ જઈ રહ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દુલ્હન ચાલતા વાહનના બોનેટ પર બેઠી હતી, જયારે મોટરસાઇકલ પર સવાર એક વ્યકિત વીડિયો ઉતારી રહ્યો હતો. અમે મોટર વાહન અધિનિયમ અને આઇપીસીની કલમો હેઠળ યુવતી, વીડિયોગ્રાફર અને ડ્રાઇવર સહિત વાહનમાં સવાર અન્ય લોકોની વિરુદ્ઘ કેસ દાખલ કરી દીધો છે.

નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈએ પણ માસ્ક પહેર્યો નહોતો તેથી પોલીસે કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘનનો દંડ પણ બધાને ફટકાર્યો છે.

(10:11 am IST)