Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોર સાથે કરી બેઠક : કંઇક રંધાય રહ્યું હોવાની ચર્ચા ?

ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી તો તે જ સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ફોન પર જોડાયા હતા. ત્યારે એ અટકળો લગાવામાં આવી રહી છે કે ગાંધી ફેમીલીની સાથે પ્રશાંતકિશોરને શું વાત થઇ ? અને કયાં મુદ્દા અંગે રણનીતિ બનાવામાં આવી. કોંગ્રેસ સૂત્રોના કહ્યા મુજબ આ બેઠકમાં પંજાબમાં પક્ષની અંદર છેડાયેલા વિવાદ અંગે કોઇ વાતચીત થઇ નથી. જો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સંભાવનાઓ અંગે પ્રશાંત કિશોર સાથે વાતચીત થઇ હતી.

(3:25 pm IST)