Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પૈસાની તંગી આવી તો દસ્યુ સુંદરી બની ગઈ સોપારી કિલર

૧૨ વર્ષની ઉંમરે સીમાએ ઉપાડી લીધા હતા હથિયાર

કાનપુર તા ૧૪: એક સમયની બીહડની ખુંખાર ડાકુ રહેલી પૂર્વ દસ્યુ સુંદરી સીમા યાદવ હાલ ચર્ચામાં જોવા મળી રહી છે. તેણીએ માન્યું કે તે આર્થિક મુશ્કેલીના કારણે ઘર ચલાવવા માટે નવી ગેંગ બનાવીને સોપારી કિલર બની ગઈ.  તેણી લોકોની હત્યા કરવા માટે સોપારી લેતી હતી.

બિઠુરમાં એક મહિલાની હત્યાના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી તો તેણીએ કહ્યું કે તેને સમાજ સેવા માટે પૈસાની જરૂરિયાત છે. એટલા માટે ૫૦,૦૦૦ રૂપિયામાં સોપારી લીધી હતી.બિઠૂરના મકસુદબાદ વિસ્તારમાં શશિ ઉર્ફે અંગુરી દેવીની હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સીમાનું નામ ખૂલ્યુ હતું. પૂછતાછમાં સીમાએ જણાવ્યું કે, ઘર ખર્ચ માટે અને સમાજ સેવાના કાર્ય કરવામાં માટે પૈસાની જરૂરિયાત હતી એટલા માટે મેં નવી ગેંગ બનાવી લીધી.

સીમા વર્ષ ૨૦૧૯માં અપના દળની અનુપ્રિયા પટેલની વિરૂદ્ધ ભારતીય જનનાયક પાર્ટી માંથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી.કાનપુર દેહાંતના સિકન્દરા થાણાની રહેવાસી સીમાના ૧૧ વર્ષની ઉંમરમાં ૨૫ વર્ષના કલ્લુની સાથે લગ્ન થઇ ગયા હતા.  લગ્નના સાત અહીંના પછી તેના પતિએ તેણીને સલીમ ગેંગને વેંચી દીધી હતી. ૧૨ વર્ષની ઉંમરે સીમાએ હથિયાર ઉપાડી લીધા હતા. અને બીહડમા સક્રિય રહી પોતાની અલગ ગેંગ બનાવી. વર્ષ ૨૦૦૫માં ચંદન ડાકુની હત્યાના આરોપમાં ઇટાવામાં આત્મસમર્પણ કરી દીધું હતું. અને સાત વર્ષ જેલમાં પણ રહી હતી. બાદમાં વર્ષ ૨૦૧૨માં જેલમાં જ બંધ રહેલા દેવેન્દ્ર રાણાની સાથે લગ્ન કરી લીધા. તેને એક દીકરી પણ છે.

 મહિલાઓને જ નિશાન બનાવે છે આ ગેંગ

કલ્યાણપુરના એસીપી દિનેશ કુમાર શુકલએ જણાવ્યું કે, સીમા તેના પતિથી અલગ રહે છે. તેની ગેંગ પહેલા ગામડામાં જમીન વિવાદો અને અન્ય વિવાદોમાં હસ્તક્ષેપ કરી કમાણી કરતી હતી. પંચાયતોમાં પણ સીમાની જૂની ઓળખને કારણે લોકો તેની વાતને ગંભીરતાથી પણ લેતા હતા. પરંતુ જયારે કમાણી ઓછી થવા લાગી તો  તેણીએ શહેરોમાં જય સોપારી લઇ હત્યા કરવાનું શરૂ કરી દીધું. તેની ગેંગમાં અન્ય કેટલીક મહિલાઓ પણ સામેલ છે. તેઓ વિશેષ રૂપે મહિલાઓને જ શિકાર બનાવે છે.

(3:26 pm IST)