Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

બાબા રામદેવ હવે IPO લાવશે

પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર ૩૦૦૦૦ કરોડ પર પહોંચ્યુ

નવી દિલ્હી, તા.૧૪: યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ગ્રૂપનુ ટર્ન ઓવર ૨૦૨૦-૨૧માં ૩૦૦૦૦ કરોડ રુપિયા પર પહોંચી ચુકયુ છે. જોકે તેમાં ખાસુ એવુ યોગદાન રુચિ સોયા કંપનીનુ છે.જેને પતંજલિ ગ્રૂપે ખરીદી લીધી છે. ટર્ન ઓવરમાં રુચિ સોયાનો ફાળો ૧૬૦૦૦ કરોડ રુપિયાનો છે.

પતંજલિ ગ્રૂપ હવે પોતાનો આઈપીઓ લાવવાની પણ યોજના બનાવી રહ્યુ છે.આગામી ત્રણ થી ચાર વર્ષમાં પતંજલિ ગ્રૂપે પોતાની તમામ કંપનીઓને દેવામુકત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે.રુચિ સોયા પર ૩૦૦૦ કરોડ રુપિયા જેટલુ દેવુ છે.

બાબા રામદેવે એવા સંકેત આપ્યા છે કે, પતંજલિ આયુર્વેદનુ શેર બજારમાં લિસ્ટિંગ કરવામાં આવશે અને તેનો આઈપીઓ આવશે.જોકે આ માટેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.પતંજલિ ગ્રૂપે જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે પતંજલિ આયુર્વેદનુ ટર્ન ઓવર ૯૭૮૩ કરોડ રુપિયા અને પતંજલિ બિસ્કિટનુ ટર્ન ઓવર ૬૫૦ કરોડ રુપિયા રહ્યુ છે.જયારે પતંજલિની અન્ય એક આયુર્વેદ બ્રાન્ચ દિવ્ય ફાર્મસીનુ ટર્ન ઓવર ૩૫૦ કરોડ રુપિયા અને પતંજલિ ગ્રામોદ્યોગનુ ટર્ન ઓવર ૩૯૬ કરોડ રુપિયા છે.

(3:29 pm IST)