Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સરકારની પાસે વાયદા છે, વેક્સિન નથી : કોંગ્રસ નેતા રાહુલ ગાંધી

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસના નેતાના અવિરત પ્રહાર : કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ વેક્સિનની અછતથી સર્જાયેલી સ્થિતિ પરના એક અહેવાલનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૪ : કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ અભિયાનને લઈને મોદી સરકારની ફરી ટીકા કરી છે.

આજે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, વાયદા છે પણ વેક્સીન નથી.

રાહુલ ગાંધીએ એક હિન્દી વેબસાઈટના અહેવાલનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, દિલ્હી સહિત બીજા રાજ્યોમાં વેક્સીનની અછતના કારણે રસીકરણ પર ભારે અસર પહોંચી છે.દિલ્હીમાં વેક્સીનની અછતના કારણે ઘણા કેન્દ્રો બંધ છે અને મધ્ય પ્રદેશમાં વેક્સીનની અછતના કારણે છેલ્લા એક સપ્તાહમાં માત્ર ૩૮૦૦૦ ડોઝ આપી શકાયા છે.

પહેલા મંગળવારે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે, રાજ્યો તેમજ પ્રાઈવેટ હોસ્પિટલો પાસે .૯૧ કરોડ ડોઝ હજી ઉપલબ્ધ છે.રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં ૩૯.૪૬ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૭.૧૧ લાખ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ છે.

વેક્સીનને લઈને રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી કેન્દ્ર સરકાર પર હુમલા કરી રહ્યા છે.રવિવારે પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મંત્રિઓની સંખ્યા વધી છે પણ વેક્સીનના ડોઝ વધી રહ્યા  નથી.

(7:36 pm IST)