Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વિશ્વના 111 દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ ફેલાયો : WHO

વૈશ્વિક સ્તરે સતત ચોથા અઠવાડિયાથી નવા કેસોમાં વધારો: દસ અઠવાડિયાના ઘટાડા બાદ મોતની સંખ્યા ફરી વધવા લાગી

નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવાયું કે હાલમાં 111 દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ ફેલાયો છે. WHO ના ડિરેક્ટર ટેડ્રોસે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે સતત ચોથા અઠવાડિયાથી નવા કેસોમાં વધારો જોવાયો છે. દસ અઠવાડિયાના ઘટાડા બાદ મોતની સંખ્યા ફરી વધવા લાગી છે

 . તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નવા કેસો તથા મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે કોરોનાનો આ વેરિયન્ટ 111 દેશોમાં પહોંચી ચૂક્યો છે અને થોડા સમયમાં આખી દુનિયામાં ફરી વળશે. અમેરિકાના 40 કરતા પણ વધારે પ્રાંતોમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકામાં હવે દરરોજના 19 હજાર કેસો આવવા લાગ્યાં છે અને ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસો વધી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. તૂર્કીમાં પણ ડેલ્ટા વેરિયન્ટનો કેર વધી રહ્યો છે.

(10:16 pm IST)