Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

એટીએમમાંથી પૈસા જ નહીં અનાજ પણ નીકળશે :પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશનું પ્રથમ 'ગ્રેન એટીએમ' ગુરૂગ્રામમાં શરૂ

હવે ગ્રાહકોને અનાજ લેવા માટે સરકરી ડેપો સામે લાઇન લગાવવી નહી પડે

ચંદીગઢ: દેશનું પ્રથમ 'ગ્રેન એટીએમ' ગુરૂગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન એકવાર ફરી પાંચ સાત મિનિટની અંદર 70 કિલો સુધી અનાજ નિકાળી શકે છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હવે ગ્રાહકોને અનાજ લેવા માટે સરકરી ડેપો સામે લાઇન લગાવવી નહી પડે કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને 'અનાજ એટીમ' ઉપલબ્ધ કરાવશે.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણાના ગુરૂગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશનું પ્રથમ 'ગ્રેન એટીએમ સ્થાપવામાં આવ્યું છે. દુષ્યંત ચૌટાલા પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી પણ છે. તેમણે કહ્યું કે 'અનાજ એટીમ'ની સ્થાપનાથી રાશનની માત્રાના સમય અને યોગ્ય માપ સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. દુષ્યંત ચૌટાલાએ અહીં એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે 'આ મશીનને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય તે સુનિશ્વિત કરવાનો છે કે યોગ્ય માત્રા ઓછામાં ઓછી મુશ્કેલી અને સાચા લાભાર્થી સુધી પહોંચે.

(12:22 am IST)