Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

૭૪માં સ્વાંત્રય દિન પૂર્વે લાલ કિલ્લા ફરતું અભેદ્ય સુરક્ષા ચક્ર

આવતીકાલે ૭૪માં સ્વાતંત્રય પર્વ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી લાલ કિલ્લા ઉપરથી પ્રેરણાદાયી પ્રવચન કરશે તે પૂર્વે રાજધાની દિલ્હી સ્વતંત્રતા દિવસ માટે સંપૂર્ણ સજજ છે. આ સમારોહમાં કોઇ વિઘ્ન ન સર્જાય તે માટે જાસુસીતંત્ર, સુરક્ષા તંત્ર, પોલીસ તંત્ર સંપૂર્ણ સજજ છે. લાલ કિલ્લા આસપાસ અભેદ્ર સુરક્ષા ચક્ર ગોઠવી દેવાયું છે.

કાલના પ્રસંગે સ્કૂલ બાળકોને બાકાત રખાયેલ છે.

વડાપ્રધાનની નરેન્દ્રભાઈ મોદી વધુ એકવાર લાલ કિલ્લા ઉપરથી ત્રિરંગો લ્હેરાવશે. નરેન્દ્રભાઈ શું બોલશે તે તરફ સહુની મીટ મંડાયેલ છે.

લાલ કિલ્લામાં અને આસપાસ ચારે તરફ હાઈ રેઝોલ્યુશનવાળા ૩૦૦ કેમેરા સાથે સિકયુરીટી રીંગ ઉભી કરી દેવાયેલ છે. સીકયોરીટી રીંગમાં નેશનલ સિકયોરીટી ગાર્ડના સ્નાઈપર્સને તૈનાત કરી દીધા છે.

લાલ કિલ્લા ફરતા જ ૪ હજાર સુરક્ષા કર્મચારી ગોઠવી દેવાયા છે. ચપ્પે ચપ્પા ઉપર બાજનજર રખાઈ રહી છે.

લાલ કિલ્લા પાસેથી પસાર થતી સડક ઉપર કાલે ૧૫ ઓગષ્ટે સવારે ૬:૪૫ થી ૮:૪૫ સુધી સંપૂર્ણ ટ્રાફિક આવાગમન બંધ કરી દેવાશે.

(4:02 pm IST)