Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભારતની આન-બાન-શાન એવા વર્તમાન નેશનલ ફ્લેગ એટલે કે ત્રિરંગાની આઝાદીની ચળવળ વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ સુધીની વિકાસયાત્રા-સફરની એક ટૂંકી ઝલક

બર્લિન સમિતિનો ધ્વજ, સૌપ્રથમ વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. જે ધ્વજને સચિન્દ્ર પ્રસાદ બોઝે ડિઝાઇન કર્યો હતો. વિભાજન રદ થયા પછી લોકો ધ્વજ વિશે ભૂલી ગયા હતા

નવી દિલ્‍હી : આઝાદીના અમૃતકાળમાં ભારતના નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત થાય, દેશ રાષ્ટ્ર ભક્તિમય બને તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન હર ઘર ત્રિરંગા અભિયાન યોજાનાર છે. જેના ભાગરૂપે હજારો ભારતીયો દ્વારા પર્વતો, રણ અને દરિયા કિનાર પર ત્રિરંગો લહેરાવીને ભારત ત્રિરંગામય બન્યો છે. ભારતની આન-બાન-શાન એવા વર્તમાન નેશનલ ફ્લેગ એટલે કે ત્રિરંગાની આઝાદીની ચળવળ વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ સુધીની વિકાસયાત્રા-સફરની એક ટૂંકી ઝલક આ મુજબ છે.

   
આઝાદી પહેલાના સમયગાળાનું કડવું સત્ય એ છે કે ભારત પાસે ક્યારેય એવો રાષ્ટ્રધ્વજ નહોતો જે તેને એક રાષ્ટ્ર તરીકે રજૂ કરી શકે. નાયકો અને રાજવંશો, શાસકો અને યોદ્ધાઓના ધ્વજ હતા પરંતુ ભારત દેશનો નહીં. બંગાળના વિભાજનની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધી ભારતીયોને ધ્વજ રાખવાની જરૂરિયાત ખરેખર અનુભવાઈ ન હતી. તે દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એક વર્ષ પછી, વિભાજન વિરોધી ચળવળની વર્ષગાંઠ પર એક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.


બર્લિન સમિતિનો ધ્વજ, સૌપ્રથમ વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. જે ધ્વજને સચિન્દ્ર પ્રસાદ બોઝે ડિઝાઇન કર્યો હતો. વિભાજન રદ થયા પછી લોકો ધ્વજ વિશે ભૂલી ગયા હતા. જ્યારે જર્મનીના બર્લિનમાં બીજી ઈન્ટરનેશનલ સોશ્યલિસ્ટ કોંગ્રેસમાં હાજરી આપનાર સ્વતંત્ર સેનાની મેડમ ભીખાઇજી રુસ્તોમ કામાએ અંગ્રેજો સાથેની રાજકીય લડાઈ વિશે વક્તવ્ય આપ્યું હતું અને ‘વન્દે માતરમ્’ અંકિત કરેલો ધ્વજ વિદેશની ભૂમિ પર લહેરાવ્યો હતો.

વર્ષ ૧૯૧૭માં હોમરૂલ ચળવળ દરમિયાન આ ધ્વજ ઉપયોગમાં લેવાયો હતો. આ ધ્વજ હેમચંદ્ર દાસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જ્યારે ૧૯૧૭માં  હોમરૂલ ચળવળ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

ચરખાના પ્રતિકવાળો આ ધ્વજ બિનસત્તાવાર રીતે ૧૯૨૧માં અપનાવવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૨૧માં ગાંધીજીએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવાનું સૂચન કહ્યું હતું. જેને અનુસરીને આંધ્રપ્રદેશના ડિઝાઇનર પિંગલી વેંકૈયા દ્વારા આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

ચરખાના પ્રતિકવાળો ધ્વજ વર્ષ ૧૯૩૧માં અપનાવવામાં આવ્યો હતો. આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સેનાનું યુદ્ધ ચિહ્ન પણ હતું. ગાંધીજી પણ ધ્વજમાં 'ચરખા' રાખવાના વિચારથી આકર્ષાયા હતા, કારણ કે ચરખો આત્મનિર્ભરતા, પ્રગતિ અને સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સ્વરાજ ધ્વજ, ગાંધી ધ્વજ અને ચરખા ધ્વજ પણ કહેવામાં આવતો હતો. જો કે, ૧૯૩૧માં, ધ્વજમાં ફેરફાર કરવા માટે કરાચીમાં સાત સભ્યોની ધ્વજ સમિતિની રચના કરવામાં આવી હતી. 

(12:06 pm IST)