Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ

આ દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં સર્જાઇ: 2016માં ભાજપના ક્વોટામાંથી બિનહરીફ એમએલસી તરીકે ચૂંટાયા હતા

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું  મુંબઈ-પુણે એક્સપ્રેસ વે  પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં થઈ હતી. પૂર્વ ધારાસભ્ય પોતાની SUV કારમાં જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માત થયો, વિનાયક મેટેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વિનાયક મેટેને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે તેને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વિનાયકરાવ મેટે શિવસંગ્રામ પાર્ટીના અધ્યક્ષ હતા. તેમનો જન્મ 30 જૂન 1970ના રોજ બીડમાં થયો હતો. વિનાયકરાવ મેટેનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઊભરી આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની તેમના વિચારો પર ઊંડી અસર પડી હતી. વિનાયક મેટે 2016માં ભાજપના ક્વોટામાંથી બિનહરીફ એમએલસી તરીકે ચૂંટાયા હતા

(12:45 pm IST)