Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન

દ્રૌપદી મુર્મૂનું સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ તેમજ તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે

style="margin-left:0cm; margin-right:0cm">દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ  સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ  રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને તેમનું પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ તેમજ તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. તે પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે. એવું કહેવામાં આવ્યું છે કે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં તેનું પ્રસારણ કર્યા પછી, તેને પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.
(12:46 pm IST)