Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજેપી સરકારે ગરીબોના કલ્યાણને પહેલા જ અવગણ્યુ છે અને હવે તો તેમણે રાજ્ય સરકાર તરફથી મળનારી મફત સુવિધાઓ પર પણ વિવાદ ઉભો કર્યો છે: રેવડી કલ્ચર મુદ્દે ચાલુ વિવાદ વચ્ચે તેલંગાણા કેબિનેટના મંત્રી કેટી રામા રાવએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ

કેન્દ્રની બીજેપી સરકારે પોતાના આઠ વર્ષના કાર્યકાળમાં સામાન્ય જનતાના કલ્યાણને સંપૂર્ણપણે અવગણ્યુ છે જેનાથી તેમના જીવન પર બોજ વધી ગયો છે, હવે સરકારે તેમને મળનારી મફત સુવિધાઓ પર વિવાદ શરૂ કરી દીધો છે જેથી તેમનુ જીવન વધુ દયનીય થઈ જશે.

નવી દિલ્‍હીઃ રેવડી કલ્ચર મુદ્દે ચાલુ વિવાદ વચ્ચે તેલંગાણા કેબિનેટના મંત્રી કેટી રામા રાવએ શનિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજેપી સરકારે ગરીબોના કલ્યાણને પહેલા જ અવગણ્યુ છે અને હવે તો તેમણે રાજ્ય સરકાર તરફથી મળનારી મફત સુવિધાઓ પર પણ વિવાદ ઉભો કર્યો છે.

પીએમ મોદી અત્યારે તેમને જ્યારે પણ તક મળી રહી છે ત્યારે રેવડી કલ્ચર મુદ્દે વાત કરી રહ્યા છે પરંતુ તેમની આવી વાતો સાંભળીને નવાઈ લાગે છે. કેન્દ્રની બીજેપી સરકારે પોતાના આઠ વર્ષના કાર્યકાળમાં સામાન્ય જનતાના કલ્યાણને સંપૂર્ણપણે અવગણ્યુ છે. જેનાથી તેમના જીવન પર બોજ વધી ગયો છે. હવે સરકારે તેમને મળનારી મફત સુવિધાઓ પર વિવાદ શરૂ કરી દીધો છે. જેથી તેમનુ જીવન વધુ દયનીય થઈ જશે.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના કાર્યકારી અધ્યક્ષે જીએસટી લાગુ કરવા મુદ્દે મોદી સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યુ મોદી સરકાર દૂધ અને દહી જેવી જરૂરી વસ્તુઓ પર જીએસટી લગાવી રહી છે. સતત વધતી મોંઘવારીએ ગરીબ જનતાની કમર તોડી દીધી છે. પીએમ મોદીના આઠ વર્ષના શાસન દરમિયાન, દેશમાં એટલી ગરીબી વધી ગઈ છે કે હવે આપણે નાઈઝિરિયા કરતા વધારે ગરીબ લોકો માટે બદનામ છીએ.

(1:10 pm IST)