Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પંજાબ બનશે મેડિકલ એજ્યુકેશન હબ ! : AAP આગામી પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કરશે

રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાને કારણે વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં જવું પડશે નહીં : ભગવાન માન

નવી દિલ્હી તા.14 : પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, સંગરુર, એસએએસ નગર, કપૂરથલા, હોશિયારપુર અને માલેરકોટલા ખાતે આગામી પાંચ મેડિકલ કોલેજોની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું હતું કે, તેઓ પંજાબને મેડિકલના હબમાં પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છે. જે બાદ પંજાબ રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા વધીને 25 થશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શનિવારના રોજ જણાવ્યું હતું કે, તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કરશે. ભગવાન માને જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાને કારણે વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં જવું પડશે નહીં.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબનો વિશ્વને વિશ્વસ્તરીય ડૉકટર્સ આપવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. મેડિકલ એજ્યુકેશન માટે હવે વિદ્યાર્થીઓને વિદેશ જવું પડશે નહીં.

ભગવંત માને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યની કોઈપણ સરકારે પંજાબમાં ગુણવત્તાયુક્ત મેડિકલ કોલેજો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. પરિણામે રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે વિદેશ જવું પડે છે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાને કારણે મેડિકલ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને હવે યુક્રેન જેવા દેશોમાં જવું નહીં પડે. ઉલટું, આ મેડિકલ કોલેજોમાં આ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ પણ આપવામાં આવશે.

 

(11:50 pm IST)