Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દેશમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર પહોંચ્યો : WHOએ રસીકરણની કરી પ્રશંશા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને રસીકરણ અંગે માહિતી આપી

નવી દિલ્હી : દેશમાં કોરોનાની સામે ચાલી રહેલું રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાને સોમવારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 75 કરોડને પાર કરી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ભારતની રસીકરણની ગતિની પ્રશંસા કરી છે.

ભારતમાં શરૂઆતી 10 કરોડ ડોઝ 85 દિવસમાં લાગ્યા હતા, તેથી કોરોના રસીકરણની વર્તમાન ગતિ કોરોના સામેની આ લડાઈમાં મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને રસીકરણ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'ભારતને અભિનંદન! પ્રધાનમંત્રી મોદીના સૌનો સાથ, સૌનો પ્રયાસના મંત્ર સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન નિરંતર નવા આયામો સર્જી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝeદીના 75માં વર્ષમાં દેશે 75 કરોડ રસીકરણનો આંકડો પાર કરી લીધો છે.'

(12:00 am IST)