Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

RBIની સ્પષ્ટ ચેતવણી : અજાણ્યા નંબર પરથી આવતા ફોન કોલ્સ, SMS કે પછી ઈમેલથી થઈ જજો સાવધાન : ખાતા થઈ જશે ખાલી

મુંબઇ,તા. ૧૪: જો આપની પાસે પણ કેવાઈસી અપડેટ કરવાના નામે જાણકારી માગવામાં આવે છે, તો સાવધાન થઈ જજો. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ સોમવારે આ વિષયમાં લોકોને સતર્ક કર્યા છે. સેન્ટ્રલ બેંક તરફથી કહેવાયુ છે કે, બેંક લોગઈન ડિટેલ્સ, કાર્ડ સંબંધિત જાણકારી, પિન, પાસવર્ડ, ઓટીપી જેવી વિગતો ગ્રાહકો પાસેથી કયારેય માગતુ નથી. આવી જાણકારી અજાણ્યા શખ્સો સાથે કયારેય શેર ન કરો. કોઈ અનવેરિફાઈડ વેબસાઈટ થ્રુ પણ કયારેય આવી જાણકારી શેર કરવી નહીં.

સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, તેમને ફરિયાદ કરવામાં આવી છે કે કેવાયસી અપડેટના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. બેંકે તેના નિવેદનમાં કહ્યું છે કે, 'જો આવી કોઈ માહિતી માંગવામાં આવી રહી છે, તો બેંકનો સંપર્ક કરો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ઈ-મેલ, એસએમએસ, ફોન જેવા માધ્યમો દ્વારા લોકો પાસેથી વ્યકિતગત વિગતો, ખાતામાં પ્રવેશની વિગતો, પિન, ઓટીપી સહિત ઘણી માહિતી માંગવામાં આવી રહી છે. આ સિવાય કેટલીક એપ્સ અને લિંક દ્વારા કેવાયસી અપડેટ પણ બનાવટી લિંક દ્વારા આ પ્રકારે લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે. એકવાર ગ્રાહક તેની માહિતી શેર કરે છે, તુરંત તેના ખાતામાંથી પૈસા ઉપાડી જશે, જેના કારણે લોકોને મોટી મુશ્કેલી આવી પડશે.

(10:17 am IST)