Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમેરિકાએ કહ્યું - પાકિસ્તાને તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓને આશ્રય આપ્યો

તાલિબાનના લોહિયાળ કબ્જામાં મદદ કરનાર પાકિસ્તાનને અમેરિકાએ આડે હાથ લીધું

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનમાં તાલિબાનના લોહિયાળ કબ્જામાં મદદ કરનાર પાકિસ્તાનને અમેરિકાએ બરાબરનું આડે હાથ લીધું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માન્યું કે પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓને આશરો આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને અફઘાનિસ્તાન અંગે વૈશ્વિક સમુદાયની નીતિઓ પ્રમાણે ચાલવું જોઇએ. અફઘાનિસ્તાનના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે આવવાની જરૂર છે.

(12:21 pm IST)