Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

તમે કાળા કોટમાં છો, તેનો અર્થ એ નથી કે તમારું જીવન અન્ય લોકો કરતા વધુ કિંમતી છે : સુપ્રીમ કોર્ટે મૃતક વકીલોના પરિવારજનો માટે 50 લાખ રૂપિયાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી

વકીલોને બોગસ પીઆઈએલ દાખલ કરતા રોકવાનો સમય પાકી ગયો છે : નામદાર કોર્ટની ટિપ્પણી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે વકીલોને બોગસ જાહેર હિતની અરજી (પીઆઈએલ) અરજી દાખલ કરવા માટે તેમના વિશેષાધિકારનો દુરુપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.અને જણાવ્યું હતું કે વકીલોને બોગસ પીઆઈએલ દાખલ કરતા રોકવાનો સમય પાકી ગયો છે.


કોવિડને કારણે મૃત્યુ પામેલા 60 વર્ષથી ઓછી ઉંમરના વકીલોના પરિવારજનોને ₹ 50 લાખની એક્સ-ગ્રેશિયા ચુકવણીની માંગ કરતી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. જેની સુનાવણી સમયે નામદાર કોર્ટે  ટિપ્પણી કરી હતી કે તમે કાળા કોટમાં છો, તેનો અર્થ એ નથી કે તમારું જીવન અન્ય લોકો કરતા વધુ કિંમતી છે .

ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ, વિક્રમ નાથ અને બીવી નાગરથનાની ખંડપીઠે જણાવ્યું હતું કે વકીલોને આવી પીઆઈએલ દાખલ કરતા રોકવા માટે અદાલતોએ પગલાં ભરવા પડી શકે છે.

નામદાર કોર્ટે અરજદાર, એડવોકેટ પ્રદીપ કુમાર યાદવને ઠપકો આપવાની સાથે પી.આઈ.એલ.ફગાવી દીધી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:53 pm IST)