Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જાવેદ અખ્તર માનહાની કેસ : જો આગામી તારીખે સુનાવણી માટે હાજર નહીં થાવ તો ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે

કંગના રનૌતને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર આર ખાનની ચેતવણી

મુંબઈ : મુંબઇની કોર્ટે આજરોજ મંગળવારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરાયેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં હાજર નહીં રહેવા બદલ ઠપકો આપ્યો હતો. અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર આર ખાને જણાવ્યું હતું કે જો આગામી તારીખે સુનાવણી માટે હાજર નહીં થાવ તો ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે .


ત્યારબાદ કોર્ટે આજની સુનાવણી માટે હાજર રહેવામાંથી મુક્તિ માટે રનૌતની અરજીને મંજૂરી આપવાની કાર્યવાહી કરી હતી.

મેજિસ્ટ્રેટે અગાઉની સુનાવણી દરમિયાન રનૌતને હાજર રહેવાની છેલ્લી તક આપી હતી અને સ્પષ્ટતા કરી હતી કે જો તે હાજર ન થાય તો તેની સામે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે.

જાવેદ અખ્તરના એડવોકેટ  રિઝવાન સિદ્દીકીએ રજૂઆત કરી હતી કે રનોત છેલ્લા બે સપ્તાહથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. અને કોવિડના કારણે આવી ન શકવાનું કારણ બતાવી રહ્યા છે. તેણે કોર્ટને વિનંતી કરી કે તેણીને આજરોજ હાજરીમાંથી  મુક્તિ આપવામાં આવે જેથી તેઓ કોવિદ અંગે પોતાનું પરીક્ષણ કરાવી શકે.

ઉલ્લેખનીય છે કે અખ્તરની ફરિયાદ મુજબ, રણૌતે રિપબ્લિક ટીવી એડિટર-ઇન-ચીફ, અર્નબ ગોસ્વામી સાથેની મુલાકાત દરમિયાન કથિત રીતે ટિપ્પણી કરી હતી કે અખ્તર "બોલીવુડ સુસાઇડ  ગેંગ" નો ભાગ છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:54 pm IST)