Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દિલ્હી-એનસીઆરમાં કાલે હળવો અને ગુરૂવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર

વરસાદના લીધે હવાનું પ્રદુષણ નિયંત્રણમાં રહેશે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરના આકાશમાં આજે સવારથી વાદળો છવાયેલા છે.  હળવા વરસાદની શકયતાઓ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વાદળો  છવાયેલા રહેશે. છુટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ અને લધુતમ ઉષ્ણતામાન ક્રમશઃ ૩૪ અને ૨૫ ડિગ્રી સેલ્સીયસ રહેવાના અણસાર છે. આવતીકાલે ફરી સારો વરસાદ થઇ શકે  છે. માટે તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આવતા ગુરૂવાર કયાંક કયાંક હળવો વરસાદ પણ જોવા મળ્યો હતો. જો કે વાદળો વચ્ચે સુર્યની સંતાકુકડી આખો દિવસ ચાલતી રહી હતી અને તેના પરિણામે લધુતમ તાપમાન સામાન્યથી એક ડીગ્રી ઓછુ નોંધાયું હતુ. હવામાન ભેજનું પ્રમાણ ૭૩ થી ૯૭ ટકા રહયુ હતુ.

વાતાવરણની મહેરબાનીના કારણે પણ દિલ્હી એનસીઆરમાં બધી જગ્યાએ હવાનું પ્રદુષણ સંતોષજનક શ્રેણીમાં નોંધાયુ હતુ. અત્યારે લોકો અપેક્ષા કરતા શુધ્ધ હવામાં શ્વાસ લઇ રહયા છે. સીપીસીબી દ્વારા જાહેર એરકવોલીટી બુલેટીન અનુસાર દિલ્હી એનસીઆરમાં બધી જગ્યાઓએ એન ઇન્ડેક્ષ ૧૦૦થી ઓછો રહયો હતો. સફર ઇન્ડિયાનું કહેવુ છે કે વચ્ચે વચ્ચે હળવો અથવા ભારે વરસાદ થવાના કારણે વાયુ પ્રદુષણ હજુ થોડા દિવસ નિયંત્રણમાં રહેશે.

(3:29 pm IST)